મહિલા સરપંચ પાસે મળી ૧૧ કરોડથી વધારાની બેનામી સંપત્તિ

ભોપાલ, મધ્ય પ્રદેશના રીવા જિલ્લાની ગ્રામ પંચાયતની મહિલા સરપંચના ઘર પર લોકાયુક્તની છાપેમારીની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં ૧૧ કરોડની બેનામી સંપત્તિનો ખુલાસો થયો છે. લોકાયુક્ત પોલીસે રીવા જિલ્લાના બૈજનાથ ગામની મહિલા સરપંચ સુધા સિંહને ત્યાં છાપેમારીની કાર્યવાહી કરી છે. મંગળવારની સવારથી સરપંચ સુધા સિંહની ૪ જગ્યાઓ પર એક સાથે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી. મહિલા સરપંચના અત્યાર સુધી બે આવાસ હોવાની જાણકારી મળી છે.
લોકાયુક્ત રિવાની વિશેષ પોલીસ પ્રતિષ્ઠાનના પોલીસ અધિક્ષક રાજેન્દ્ર વર્માના જણાવ્યા મુજબ સુધા સિંહની સંપત્તિની જાણકારી મેળવવા માટે મંગળવારની સવારે છાપેમારી કરવામાં આવી.
અધિકારીઓએ જણાવ્યું કે ઇનકમથી વધારે સંપત્તિમાં એક મહલનુમા બંગલામાં બે કરોડ રૂપિયાનું સ્વિમિંગ પણ મળ્યું છે. એ સિવાય ગામના એક એકર વિસ્તારમાં એક અન્ય આલીશાન બંગલો બનેલો છે. બીજા ઘરની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા છે. વીસ લાખ રૂપિયાના ઘરેણાં, ૩.૫ લાખ કેસ, બેંક ડિપોઝિટ અને ૧૨.૫૩ લાખ રૂપિયાની વીમા પોલિસી મળી છે. એ સિવાય ૩૬ પ્લોટના દસ્તાવેજ મળ્યા છે જેમાંથી ૧૨ પ્લોટ ૮૦ લાખ રૂપિયાના છે.
લોકાયુક્તે જણાવ્યું કે બે સ્ટોન ક્રેશર, એક મિક્સર મશીન, એક ઈંટ મશીન અને ૩૦ અન્ય વાહન અને ૭ કરોડ રૂપિયાની કિંમતની અન્ય મશીનરી મળી આવી છે.
લોકયુક્તની ટીમ આ બધુ જાેઈને દંગ રહી ગઈ. બીજુ ઘર ગોડહર સ્થિત શારદાપુરમમાં છે. બંને જગ્યાની તપાસ ચાલી રહી છે. સરપંચના નામ પર ક્રશર પ્લાન્ટ પણ છે. અહીં પણ તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધી ૩૦ વાહન પણ મળ્યા છે જેમાં ત્નઝ્રમ્, ચેન માઉન્ટેન મશીન, ફોર વ્હીલર વગેરે સામેલ છે.
લોકાયુક્ત રાજેન્દ્ર કુમાર વર્માએ જણાવ્યું કે ૪ જગ્યાઓ પર અલગ અલગ ટીમ કાર્યવાહી કરી રહી છે. પ્રોપર્ટીની સંપૂર્ણ જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે. કાર્યવાહી મોડે સુધી ચાલશે. ઑફિસરોનું કહેવું છે કે હજુ બીજી ઘણી સંપત્તિઓનો ખુલાસો થવાનો બાકી છે.
મહિલા સરપંચ સુધા સિંહ ઠેકેદાર છે. તેના રીવા સ્થિત મકાનમાં જે વાહન મળ્યા તેમાંથી કેટલાક ભાડે લાવવાની વાત પણ સામે આવી છે. લોકાયુક્ત અધિકારીઓએ જણાવ્યું કે કાર્યવાહી પૂર્ણ થવા પર તેની તપાસ કરવામાં આવશે કે ઠેકેદારીમાં સરપંચના પતિએ મહિલા સરપંચે કમાયેલા પૈસાનો ઉપયોગ તો નથી કર્યો.HS