Western Times News

Gujarati News

જેલ તંત્રએ એઆઇએમઆઇએમના ચીફ ઓવૈસીને અતિક અહેમદ સાથે મુલાકાત કરવાની દીધી નહીં

અમદાવાદ, એઆઇએમઆઇએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી સાબરમતી જેલમાં બંધ અતીક અહમદને મળી શક્યા નહીં. આ સંદર્ભે, જેલ પ્રશાસને ઓવૈસી અને અતીક અહમદની મુલાકાતને ના પાડી દીધી છે. અમદાવાદ સાબરમતી જેલ તંત્રએ ઓવૈસીને અતિક અહમદ સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી હતી. તંત્રએ કહ્યું હતું કે અહમદ માત્ર તેના પરિવાર કે વકીલ સાથે જ મુલાકાત કરી શકે છે. અને આ નિયમો અનુસાર અતિક સાથે ઓવૈસીની મુલાકાત સંભવ નથી.

જાે કે અસદુદ્દીન ઓવૈસીને અતિક અહમદને મળવાની પરવાનગી ના મળતા તેઓનો સાબરમતી જેલ જવાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો ગુજરાત એઆઇએમઆઇએમના અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ ૪ દિવસ પહેલા અતિક અહમદ સાથે મુલાકાત કરી હતી. ત્યારે કોવિડને કારણે ઓવૈસીને હાલ અતિક અહમદને મળવાની પરવાનગી આપવામાં આવી નથી.

કોંગ્રેસે ઓવૈસીના પક્ષ પર નિશાન સાધતા તેને મુસ્લિમ સમાજનું અપમાન ગણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. અહીં તેઓ ઘણા મુસ્લિમ સમાજના આગેવાનોને મળ્યા.યુપી માફિયા અતીક અહમદ સાથેની બેઠકને લઈને રાજકારણ ઉગ્ર બન્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે ઓવૈસી અને ભાજપ પર સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. હવે જ્યારે ઓવૈસી અતીક અહમદને મળ્યા ન હતા, ત્યારે આવી સ્થિતિમાં પણ રાજકારણ તીવ્ર બન્યું છે.

કોંગ્રેસના ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે ઓવૈસી અને ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે. હૈદરાબાદમાં અબજાેની વકફ મિલકતના કૌભાંડના કેસોમાં જેલમાં ન જવા માટે ઓવૈસી ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, અસદુદ્દીન ઓવૈસીએ ગત સપ્તાહે ઉત્તરપ્રદેશના પ્રવાસ દરમિયાન બાહુબલી નેતાઓને ટીકીટ આપવા અંગે વાત કરી હતી. યુપીના બાહુબલી નેતાઓને એઆઇએમઆઇએમ ચૂંટણીમાં ઉતારી શકે છે.

ઉત્તર પ્રદેશની એક પણ જેલ બાહુબલી અતીકને પોતાની જેલમાં જગ્યા આપતા ડરતી હતી. પરિણામે ૨૦૧૯માં ચુંટણી પંચના આદેશ બાદ યૂપીની દેવરિયા જેલમાંથી ટ્રાન્સફર આપી અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડાયો છે. હવે જયારે,યુપીના બાહુબલી મુખ્તાર અન્સારીને પંજાબની જેલમાંથી યૂપી પરત લાવવામાં આવ્યો છે ત્યારે, અતીકને પણ યૂપી પરત લઇ જવાશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.