Western Times News

Gujarati News

ભૂપેન્દ્ર પટેલને લઈને મોટા અધિકારીઓમાં ફફડાટ

ગાંધીનગર, વિજય રુપાણીની સીએમ પદ પરથી વિદાય અને નવા મંત્રી મંડળમાં ‘નો રિપીટ થિયરી’ના કારણે રાજકારણમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. અને આજ પરિવર્તનનો પવન હવે વહીવટી તંત્રમાં પણ ફૂંકાય તેવી સંભાવના છે. સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ એક એવું નામ છે જેની કયારેય કોઇએ કલ્પના નહોતી કરી. કેટલાય અધિકારીઓએ ભૂપેન્દ્ર પટેલ જ્યારે પ્રજાના કામ લઇને તેમની પાસે જતા ત્યારે તેમને હલકામાં લીધા છે. એમને એવો ડર છે કે સીએમ પદ પર બિરાજ્યા પછી હવે ભૂપેન્દ્રભાઇ વીણી વીણીને તેમને કિનારે કરશે.

ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં સિનિયર પોઝિશન પર બેઠલા અધિકારીઓ કે જેમનો સીધો નાતો કયારેક ભૂપેન્દ્રભાઇ સાથે પડ્યો છે, જેઓએ એમના કામ કરવામાં ડાંડાઇ કરી છે તેવા તમામ અધિકારીઓ હાલ સન્નાટામાં છે. જેઓએ ડાંડાઇ કરી અથવા તો જેઓ માથે રુપાણીનું લેબલ લાગ્યુ છે તેવા તમામ અધિકારીઓએ ભૂપેન્દ્ર પટેલની ગુડ બુકમાં આવવા હવે એડી ચોટીનું જાેર શરુ કર્યુ છે.

રુપાણી સરકારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને આઈએએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો હતો. ઓલ મોસ્ટ આઇએએસ અધિકારીઓની બદલીઓ કરી દેવાઇ હતી.

જ્યારે આઇપીએસ બદલીઓની રાહ જાેવાતી હતી ત્યાં જ સીએમ રુપાણીને ખસેડી દેવાતા હવે ફરીથી નવા સીએમની કાર્યશૈલી, જરુરિયાત અને દ્રષ્ટિકોણ અનુસાર ફરીથી આઇએએસ અને આઇપીએસ બદલીઓનો ગંજીપો ટૂંક સમયમાં જ ચીપાશે.

અધિકારીઓની નિમણૂકોમાં જે તે વિભાગના નવ નિયુક્ત મંત્રીઓની મરજી, ના-મરજી, ટ્યુનિંગ અને ખાસ અધિકારીઓ માટેની માંગણી પણ મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. હજી તો વહીવટી અધિકારી માંડ એક વિભાગમાં સેટ થયા હોય ત્યાં જ તેમને વિભાગ બદલવાનો ઓર્ડર આવશે.

આઇપીએસ બદલીઓમાં સ્વાભાવિક રીતે જ ભાઉનો રોલ નિસ્ટર હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાતથી છે, તેમજ ભાઉના અંગત મનાય છે ત્યારે આઇપીએસ બદલીઓમાં હવે દક્ષિણ ગુજરાતના આ નેતાઓની નિકટતા પણ સારી જગ્યાએ પોસ્ટિંગમાં અગત્યનો ભાગ ભજવશે. ઉલ્લેખનીય છે કે ભાઉ પણ એક જમાનામાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી ચૂકયા છે. અને પોલીસ વિભાગને ખૂબ નજીકથી ઓળખે છે.

સીએમઓમાં મનોજ દાસ, અશ્વિનીકુમાર અને ડી.એચ.શાહના સ્થાને ૧૯૮૯ની બેચના પંકજ જાેશી, ૨૦૦૩ની બેચના અવન્તિકા સિંઘ અને એમ.એમ.દવેની નિમણૂક થઇ છે. મનાઇ રહ્યું છે કે આ બંને અધિકારીઓની પસંદગી ડાયરેક્ટ પીએમ નરેન્દ્ર મોદીની સૂચનાથી કરાઇ છે.

આ બંને અધિકારીઓ નોન કરપ્ટ છે. સાથે સાથે પીએમ મોદીની ગુડ બુકમાં પણ છે. જ્યારે ઓએસડી એમ.એમ.દવે- સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે ડેપ્યુટી કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલની પસંદગી અનુસાર આ અધિકારીની નિમણૂક ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ડી.એચ.શાહના સ્થાને થઇ છે.

પંકજ જાેષી અને અવન્તિકા સિંઘ સ્ટ્રેટ ફોરવર્ડ અને સંવેદનશીલ વ્યક્તિઓ છે. આ બંને કેરેકટર બિન વિવાદાસ્પદ રહ્યા છે. જાેકે, હવે તેઓ જે સ્થાન પર છે ત્યાં, તેમના ફાળે ઓછા સમયમાં સરકારને સફળ સાબિત કરવાનુ મોટું દાયિત્વ આવી પડયું છે. મનોજ દાસ જ્યારે રુપાણીના સેક્રેટરી હતા ત્યારે કોરોના કાળમાં આખા દેશમાં રેમડેસિવર ઇન્જેક્શનની ભયંકર અછત સામે પાંચ હજાર જેટલા ઇન્જેક્શન મેળવી આવ્યા હતા.

સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં સીએમ ડેશ બોર્ડ દ્વારા વહીવટી તંત્ર પર સીધી દેખરેખ રાખવાની સિસ્ટમ ઊભી કરવાનો શ્રેય પણ દાસને ફાળે જાય છે. હવે જાેવાનું એ રહે છે કે દોઢ વર્ષની સરકાર માટે સીએમઓમાં પોસ્ટિંગ મેળવનાર આ અધિકારીઓ ટૂંકા ગાળામાં પોતાની આગવી છાપ છોડવામા કેટલા સફળ થાય છે.

આ પ્રેશર કેટલુ ટેક્ટફુલી હેન્ડલ કરી શકે છે.? નવોદિત સીએમ, નવોદિત બિન અનુભવી મંત્રી મંડળ અને આગામી વિધાનસભા ચૂંટણી આડે સવા વર્ષ જેટલો ટૂંકો સમય છે ત્યારે આ તમામ પ્રયોગો વચ્ચે સરકારના વહીવટી તંત્રને પાટે ચલાવવાની જવાબદારી ફરી એક વખત વરિષ્ઠ અધિકારી કુનિલ કૈલાસનાથન પર નાખવામાં આવી છે.

૧૯૭૯ કેડરના આ અધિકારીને ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ તો ભૂપેન્દ્ર પટેલની સીએમઓ કચેરીને સંપૂર્ણ નવનિર્માણ મળ્યું છે પરંતુ, કૈલાશનાથન સહિત જે.પી.મોઢા જેવા અધિકારીઓ એવા છે જેઓ મોદી કાળથી સીએમઓમાં હતા અને નવી સરકારમાં ફરી એક વખત એમને સીએમઓમાં જ સ્થાન મળ્યુ છે. જ્યાં સુધી કે કૈલાશનાથનની વાત છે ત્યાં સુધી તેઓ માત્ર સીએમઓ માટે જ નહીં પરંતુ સીએમ પટેલ માટે પણ મુખ્ય વ્યક્તિ છે.

કૈલાસનાથન ૨૦૦૬માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીના મુખ્ય સચિવ તરીકે ઝ્રસ્ર્ંમાં જાેડાયા હતા અને ત્યારથી સીએમઓમાં ચાલુ છે. મે ૨૦૧૩માં તેમની નિવૃત્તિના દિવસે, મુખ્ય અગ્ર સચિવનું નવું પદ બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી તેઓ તે પદ સંભાળી રહ્યા છે. ૬૮ વર્ષના કૈલાસનાથનને મે ૨૦૧૩ થી છ એક્સટેન્શન આપવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.