સૌરાષ્ટ્રના ઊના પંથકમાં ચાર માસમાં ફરીથી 3.4ની તીવ્રતાનો ભૂકંપ
ઉના, ઉનાની ઉત્તર દિશાએ 30 કિલોમીટર દૂર ધારી તરફ જતા રોડ પર જેનગર પાસે તથા ટિમ્બરવા ગીર અભ્યારણ નજીક જમીનમાં માત્ર 6.4 મીટરની ઊંડાઈએ ભૂકંપ ઉદ્ભવ્યો હતો. રિચર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 હોવાનું ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયું છે.
ઉના પંથકમાં પહેલા તારીખ 17 મે 2021 ના 4.5 ની તીવ્રતાનો ભૂકંપ ઉનામાં જ નોંધાયો હતો. તો એ પહેલા જાન્યુઆરી 2019માં 4.1ની તીવ્રતાનો ભૂકંપ ઉનાની દક્ષિણ દિશાએ અરબી સમુદ્રમાં ઉદભવ્યો હતો. આ ભૂકંપ ગીર પંથકમાં કોઈ નવી ફોલ્ટ લાઈન સક્રિય થયાનો નિર્દેશ આપી રહી છે તો તજજ્ઞો દ્વારા અગાઉ થયેલા અભ્યાસ અન્વયે જણાવાયા મુજબ હોટલ લેવલમાં વધઘટ થવાથી ભૂકંપ આવી રહ્યા છે