વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો.નીમા આચાર્યનું રાજીનામું
ગાંધીનગર, ગુજરાતમાં નવી સરકારની રચના સાથે જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો.નીમાબેન આચાર્યની વરણી કરવામાં આવી હતી. હવે કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો.નીમા આચાર્યે રાજીનામું આપી દીધું છે.
રૂપાણી સરકારમાં રહેલા રાજેન્દ્ર ત્રિવેદીને નવા મંત્રી મંડળમાં કેબીનેટ કક્ષાના પ્રધાન બનાવાતા તેમને શપથ ગ્રહણના બે કલાક પૂર્વે જ વિધાનસભા અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું હતું,અને તુરંત જ ડો.નીમા આચાર્યની કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી કરાઈ હતી.
વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડો.નીમા આચાર્યે રાજીનામું આપી દીધું છે.હવે આગામી દિવસોમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થશે.ત્યારે ડો.નીમાબહેન આચાર્ય વિધાનસભાધ્યક્ષ બનશે કે અન્ય કોઈને વિધાનસભા અધ્યક્ષ બનાવાય છે તેના પર સૌની નજર રહેશે.
સુરેન્દ્રનગરના દૂધરેજ માં ૨ ડીસેમ્બર ૧૯૪૭ માં જન્મેલા ડો નીમાબહેન ૭૩ વર્ષની વયના છે .ડો નીમા આચાર્ય ૨૦૦૨ અને ૨૦૦૭માં કોંગ્રેસમાથી ધારાસભ્ય રહ્યા હતા.૨૦૦૭માં પાર્ટી વિરોધી પગલું ભરતા તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂટણીમાં ભૈરોસિંહ શેખાવતને વોટ આપ્યો હતો. આ પાર્ટી વિરોધી ગતિવિધિ બદલ તેઓને કોંગ્રેસમાંથી બહાર કરી દેવામાં આવતા તેઓએ ભાજપનો માર્ગ પકડ્યો હતો.HS