Western Times News

Gujarati News

સુપર સ્ટાર એમ્યુઝમેન્ટનો રૂા.૩૪ લાખનો પ્રોપર્ટી ટેક્ષ બાકી છતાં ભાવ વધારો અપાયો

ફ્રુડ કોર્ટની જગ્યામાં ગેમ ઝોન કાર્યરત

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોન્ટ્રાકટરો દ્વારા અને કોન્ટ્રાકટરો માટે ચાલતી સંસ્થા કહેવામાં આવે છે. પરંતુ જયારે કોન્ટ્રાકટરો સત્તાધારી પાર્ટી સાથે સંકળાયેલા હોય તેવા સંજાેગોમાં તમામ નીતિ- નિયમો અભરાઈએ મુકવામાં આવે છે.

વસ્ત્રાપુર તળાવ પરિસરમાં ચાલી રહેલા “સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક”ના માલિક માટે સત્તાધારી પાર્ટીને કાંઈક અલગ જ અહોભાવ છે જેના કારણે રિક્રિએશન કમીટીના એજન્ડાની દરખાસ્તમાં ભાવ વધારાનો કોઈ જ ઉલ્લેખ ન હોવા છતાં ૬૦ ટકા સુધી ભાવવધારો આપવામાં આવ્યો છે.

જયારે રૂા.પાંચ-દસ હજારના મિલ્કતવેરાની વસુલાત માટે નાના વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવે છે જયારે સુપર સ્ટાર એમ્યુઝમેન્ટના રૂા.૩પ લાખ બાકી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ શિરપાવરૂપે ભાવ વધારો આપવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સુપર સ્ટાર કંપનીને ર૦૧૩ની સાલમાં દસ વર્ષ માટે એમ્યુઝમેન્ટ પાર્ક માટે પ૧૦૦ ચો.મી જગ્યા ફાળવવામાં આવી હતી.

મ્યુનિ. કોર્પોરેશન અને કંપની વચ્ચે થયેલા કરારની શરત નંબર-૧૦ મુજબ કોઈપણ પ્રકારના સરકારી, અર્ધ સરકારી કે અન્ય વેરા ભરવાની જવાબદારી કંપનીના શિરે રહેશે. કોન્ટ્રાકટની શરત નંબર-ર૦ મુજબ એમ્યુઝમેન્ટ પાર્ક માટે ફાળવવામાં આવેલી જગ્યામાં ૪ મીટર ટ ૩ મીટરની જગ્યા ખાણીપીણીની વસ્તુઓ વેચવા માટે ઉપયોગ થઈ શકશે.

તેમજ કરારની શરત નંબર ૪૧ મુજબ કોઈપણ સંજાેગોમાં (રાષ્ટ્રીય શોક, કરફ્યુ સહીત) રાઈડ્‌સ બંધ રહે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે. પરંતુ મ્યુનિ. અધિકારીઓની રહેમ નજર હોવાથી આ શરતોનું પાલન થતુ નથી વસ્ત્રાપુર તળાવ પરિસરની પ૧૦૦ ચો.મી. જગ્યામાં જે સ્થળે એમ્યુઝમેન્ટ પાર્ક ચાલી રહયો છે તેના મિલ્કતવેરા પેટે રૂા.૩૪૮૧પ૭ બાકી છે કંપનીએ ર૦૧ર-૧૩ થી કબજાે લીધો છે તે મુજબ ગણત્રી કરવામાં આવે તો પણ રૂા.૧૮૭૧૭૮૯ બાકી નીકળે છે.

પરંતુ મિલ્કતવેરો કોઈપણ જગ્યા માટે લેવામાં આવે છે તેને કબજેદાર સાથે કોઈ જ નિસ્બત નથી તેવી સુપર સ્ટાર એમ્યુઝમેન્ટના નામે ર૧ સપ્ટેમ્બર- ર૦ર૧ સુધી મિલ્કતવેરા પેટે રૂા.૩૪૮પપ૧૭ બાકી નીકળે છે આમ, મ્યુનિ. કોર્પોરેશનના લાખો રૂા. બાકી હોવા છતાં શાસકો દ્વારા રાઈડ્‌સનો ભાવ વધારો આપવામાં આવ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશને એમ્યુઝમેન્ટ પાર્કના સ્થળે ખાણીપીણી સ્ટોલ માટે જગ્યા ફાળવી છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા તે સ્થળે પણ બે મીટર ટ બે મીટરની જગ્યામાં ગેમઝોન બનાવવામાં આવ્યુ છે. આમ, અહીં પણ કરારની શરતોનો ખુલ્લેઆમ ભંગ થાય છે તેવી જ રીતે કરારની શરત નંબર-૪૧ મુજબ કોઈપણ સંજાેગોમાં એમ્યુઝમેન્ટ પાર્ક બંધ રહે તો તેની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે.

પરંતુ અહીં કોરોના કાળ દરમ્યાન ૩૦૭ દિવસ એમ્યુઝમેન્ટ પાર્ક બંધ રહયો હોવાથી તેટલી મુદતનો વધારો માંગવામાં આવ્યો છે. સાથે-સાથે કરારની શરત નંબર-૧૪ની દુહાઈ પણ આપવામાં આવી છે પરંતુ શરત નંબર-૧૪ માં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે ભાવ વધારા માટે મ્યુનિ. કોર્પોરેશનની મંજુરી હશે તો જ આપવામાં આવશે પરંતુ તેમાં કોઈપણ સ્થળે એમ્યુઝમેન્ટ પાર્ક બંધ રહે તેવા સંજાેગોમાં ભાવ વધારો કરવો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે રીક્રીએશન કમીટી સમક્ષ ૩૦૭ દિવસની મુદત વધારવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. એજન્ડા દરખાસ્તમાં ક્યાંય ભાવવધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો તેમ છતાં કમીટી ચેરમેને પાછલા દરવાજે ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈ અને બાલવાટીકા રાઈડ્‌સ દુર્ઘટનાવાળી કંપનીને ૬૦ ટકા સુધી ભાવ વધારો આપ્યો છે.

પરંતુ તેમાં કોઈપણ સ્થળે કોર્પોરેશનના હિસ્સામાં વધારો કરવાની વાત આવી નથી. સ્ટેન્ડીંગ કમીટીની દરખાસ્તમાં પણ વધારેલા ભાવમાં સામાન્ય ઘટાડો કરવાની વાત આવે છે. અંતે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પરિવારના લાભાર્થે જ નિર્ણય લેવાય રહયા છે તેવી ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.