તાલિબાનનું શાસન: દેશમાં ૧૦૦ કરોડનું ડ્રગ્સ આવ્યું
નવી દિલ્હી, તાલિબાન શાસને તેના ડ્રગની માયાજાળ ફેલાવવાનું શરૂ કર્યું છે. તાલિબાનના શાસન બાદ ૧૦૦ કરોડ રૂપિયાના માદક પદાર્થ ભારતમાં આવ્યા છે અને આમાંથી માત્ર ૨૦ કરોડ રૂપિયાનો માલ જ પકડાયો છે.
ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સનું નેટવર્ક સમગ્ર ભારત અને દિલ્હીમાં ફેલાયેલું છે છેલ્લા બે મહિના દરમિયાન એનસીઆરમાં બે કારખાના પકડાયા હતા. શું તાલિબાન પોતાનું શાસન ચલાવવા માટે તસ્કરી કરી રહ્યુ છે? ગુજરાત પોર્ટ પર પકડવામાં આવ્યુ હજારો કરોડ રૂપિયાનુ માદક પદાર્થ, એવો માદક પદાર્થ જે કાગળમાં તો બતાવવામાં આવ્યુ હતુ ટેલકમ પાઉડર પરંતુ વાસ્તવમાં હતુ નશાનુ ઝેર, જે ભારતના વિભિન્ન ભાગોમાં મોકલવામાં આવતુ હતુ.
તપાસ એજન્સીઓએ જ્યારે મામલાની તપાસ આગળ વધારી તો તેને તાર સીધા દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયા. માહિતીના આધારે ડીઆરઆઈમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશના નોઈડા બે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા અને દિલ્હીથી બે અફઘાનીઓ સહિત ત્રણ લોકોને અને નોઈડાથી ૨ અફઘાનીઓની ધરપકડ કરવામાં આવી.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં પણ પંજાબ પોલીસે દિલ્હીના સૈનિક ફાર્મ વિસ્તારમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો અને તે કેસમાં ચાર અફઘાન સહિત ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
છેલ્લા ૨ મહિના દરમિયાન ભારતમાં મોટી સંખ્યામાં માદક દ્રવ્યો પકડાયા છે. આમાંથી ૬ જુલાઇના રોજ પંજાબ પોલીસ દ્વારા દિલ્હી અને પંજાબથી આશરે ૨૦ કિલો હેરોઇન, ૭ ઓગસ્ટે ગુજરાત પોર્ટ પરથી દિલ્હી પોલીસ દ્વારા ૧૨ કિલો હેરોઇન ૩૦૦૦ કિલો હેરોઈન / માદક દ્રવ્યો, ૨૦ સપ્ટેમ્બરના રોજ દિલ્હી નોઈડાથી ૨૦ કિલો હેરોઈન, ગુજરાત બંદર પર જ ૨૫ હજાર કિલો ટેલ્કમ પાવડર આવ્યાનો અહેવાલ પરંતુ પકડાઈ શક્યો નથી.SSS