Western Times News

Gujarati News

૨૦૨૦ માં દેશના ૧૯ મહાનગરોમાં ૩૧,૩૨૫ હિંસક ઘટનાઓ બની

નવીદિલ્હી, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરો ઓફ ઈન્ડિયા અનુસાર, ૨૦૨૦ માં દેશના ૧૯ મહાનગરોમાં ૩૧,૩૨૫ હિંસક ઘટનાઓ બની હતી. અહીં એવા શહેરોની યાદી છે જ્યાં સૌથી વધુ હિંસક ગુનાઓ થયા હતા.અનુક્રમ જાેઇએ તો નંબર ૧ ભારતની રાજધાની દિલ્હી પણ હિંસક ગુનાઓનો રાજા છે. ૨૦૧૯ માં ૧૧,૩૧૩ હિંસક ઘટનાઓ નોંધાઈ હતી, જેની સંખ્યા ૨૦૨૦ માં ૯૮૬૧ હતી.

નંબર ૨ઃમહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ૨૦૧૯ માં ૫,૯૯૫ ગુનાઓ હતા જે ૨૦૨૦ માં ઘટીને ૪૧૫૧ થઈ ગયા.નંબર ૩ઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ૨૦૨૦ માં ૨૫૪૫ હિંસક ગુના નોંધાયા છે, જે ૨૦૧૯ ના આંકડા (૩૩૩૦) કરતા ઓછા છે.નંબર ૪ઃ પટના: બિહારની રાજધાની પટનામાં ગુનાખોરીની સ્થિતિ વધુ ને વધુ ગંભીર રહી છે. ૨૦૧૯ માં ૧૫૯૭ હિંસક ગુના નોંધાયા હતા જ્યારે ૨૦૨૦ માં ૧૬૩૧.

જયારે નંબર ૫ઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિંસક ઘટનાના કિસ્સામાં પરિસ્થિતિ વધુ વણસી છે. ૨૦૧૯ માં ૧૦૦૨ ગુનાઓ હતા જે ૨૦૨૦ માં વધીને ૧૫૯૨ થયા.નંબર ૬ઃ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં ગુનાઓની સંખ્યામાં બહુ ફેરફાર થયો નથી. ૨૦૧૯ માં ૧૪૭૭ હિંસક ગુનાઓની સરખામણીમાં ૨૦૨૦ માં આ સંખ્યા ૧૪૩૯ હતી.

નંબર ૭ઃરાજસ્થાનની રાજધાની જયપુરમાં ૨૦૧૯ માં ૧૮૯૨ ગુના હિંસક હતા, જે ૨૦૨૦ માં ઘટીને ૧૩૩૩ પર આવી ગયા.નંબર આઠ મહારાષ્ટ્રના પુણે શહેરમાં ૨૦૨૦ માં ૧૩૨૦ હિંસક ઘટનાઓ બની હતી, જે અગાઉના વર્ષ કરતા ઓછી (૧૬૬૧) છે.જયારે ૨૦૨૦ માં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ૯૮૧ હિંસક ગુનાઓ થયા હતા. આ ગયા વર્ષ કરતા થોડું વધારે છે કારણ કે ગયા વર્ષે ૯૬૧ ગુનાઓ નોંધાયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.