Western Times News

Gujarati News

તુર્કીએ યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે સાયપ્રસનો મુદ્દો ઉઠાવીને જોરદાર જવાબ આપ્યો

ન્યૂયોર્ક, સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં તુર્કીએ ફરી એક વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો.યુએનના ૭૬માં સત્ર દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિએ કાશ્મીર પર ટિપ્પણી કરી હતી. ભારતે પણ આનો સખત જવાબ આપ્યો હતો અને તુર્કીની નબળી કડી સાયપ્રસના કબજાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે તુર્કી ઘણા દાયકાઓથી સાયપ્રસના મોટા ભાગ પર કબજાે કરી રહ્યું છે. ેંદ્ગમાં ભાષણ આપતી વખતે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું કે કાશ્મીર પર ૭૪ વર્ષથી સમસ્યા યથાવત છે. અમે માનીએ છીએ કે બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને આનો ઉકેલ લાવવો જાેઈએ.

જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર બોલવા આવ્યા ત્યારે તેમણે સાયપ્રસનો મુદ્દો ઉઠાવ્યો હતો. યુએને આ મુદ્દે એક ઠરાવ પસાર કર્યો છે, જેને તુર્કી સ્વીકારતું નથી. જયશંકર અહીં જ અટક્યા નહીં, તેમણે સાયપ્રસના વિદેશ પ્રધાન નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્‌સ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.

જયશંકરે કહ્યું કે સાયપ્રસને લઈને યુએનમાં પસાર કરાયેલા ઠરાવનું પાલન થવું જાેઈએ. બીજા દિવસે બુધવારે જયશંકરે ક્રિસ્ટોડોલાઇડ્‌સ સાથે મુલાકાત કરી હતી અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જયશંકરે લખ્યું કે બંને દેશો તેમના સંબંધોને મજબૂત કરવા પર ભાર આપી રહ્યા છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં એર્દોગને યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સાયપ્રસ એક ટાપુ છે જે તુર્કીના દક્ષિણમાં, સીરિયાની પશ્ચિમમાં અને ઇઝરાયેલના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. અહીં ગ્રીક ઉપરાંત ટર્કિશ જાતિના લોકો પણ રહે છે. બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ૧૯૭૪માં બળવાના પ્રયાસ બાદ તુર્કીએ સાયપ્રસ પર આક્રમણ કર્યું અને પ્રખ્યાત શહેર વરોશા પર કબજાે કર્યો હતો. આ શહેર એક સમયે પ્રવાસીઓથી ભરેલું રહેતું હતું, પરંતુ હવે ખાલી રહે છે. તુર્કીના ૩૫ હજાર સૈનિકો આ ટાપુ પર તહેનાત છે.

સાયપ્રસ હાલમાં બે ભાગમાં વહેંચાયેલું છે. તુર્કી જાતિના લોકોએ તેમના પ્રદેશને અલગ દેશ તરીકે જાહેર કર્યો. જાે કે, તુર્કી સિવાય અન્ય કોઈ દેશ દ્વારા તેને માન્યતા આપવામાં આવી નથી. ગ્રીક જાતિના સાયપ્રસને યુએન સહિત સમગ્ર વિશ્વ સ્વીકારે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.