Western Times News

Gujarati News

ન્યુઝીલેન્ડની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસ કર્મીઓ ૨૭ લાખની બિરયાની ચટ કરી ગયા

ઇસ્લામાબાદ, ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામેની પ્રથમ વનડેમાં ટોસ પહેલા જ એક મોટો ર્નિણય લઈને પાકિસ્તાન ક્રિકેટને હચમચાવી દીધું હતું. ન્યુઝીલેન્ડે સુરક્ષા ચેતવણીઓને ટાંકીને પાકિસ્તાન પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી હતી. કિવી ટીમ પાકિસ્તાન પ્રવાસ પર ત્રણ વનડે અને પાંચ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચની સીરીઝ રમવાની હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સીરીઝ માટે ઘણી તૈયારીઓ કરી હતી, પરંતુ અહી તેમને નિરાશા જ હાથ લાગી હતી. આ પ્રવાસ રદ્દ થવાને કારણે પાકિસ્તાનને પણ ભારે આર્થિક નુકશાન થયું હતું. કિવી ટીમનાં પ્રવાસ રદ થયા બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનનો ટૂંકો પ્રવાસ રદ કરવાની જાહેરાત કરીને પીસીબીનાં ઘા પર મીઠું છાંટવાનું કામ કર્યું હતું. જાેકે, ઇસીબીએ પ્રવાસ રદ કરવા પાછળ કોઈ નક્કર કારણ આપ્યું નથી. જાેકે, આ પ્રવાસ રદ્દ થવાને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટુ આર્થિક નુકસાન થયું છે.

વળી હવે પાકિસ્તાનનાં સુરક્ષા કર્મચારીઓએ ૨૭ લાખ રૂપિયાનું બિરયાનીનું બિલ જમા કરાવીને પીસીબીની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આ જાણીને તમને પણ આશ્ચર્ય થયું જ હશે.

એક અહેવાલ મુજબ પીસીબીએ ન્યુઝીલેન્ડની ટીમને સુરક્ષા પૂરી પાડવા માટે ભાડે લીધેલી સુરક્ષા એજન્સીઓને ભારે કિંમત ચૂકવવી પડી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ન્યૂઝીલેન્ડની ટીમ તેમના પ્રવાસનાં ભાગરૂપે ઈસ્લામાબાદની સેરેના હોટલમાં રોકાઈ હતી. અહીં ખેલાડીઓની સલામતી માટે ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરી પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આ અંતર્ગત ૫૦૦ પોલીસકર્મીઓની ફરજ હોટલમાં હતી.

જેમાં પાંચ એસપી અને ૫૦૦ થી વધુ એસએસપીનો સમાવેશ થાય છે. આ પોલીસકર્મીઓનાં ભોજનનો ખર્ચ ૨૭ લાખ રૂપિયા આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ દિવસમાં બે વખત ભોજન લેતા હતા. બિરયાની આ હેઠળ આવતી હતી. આનું બિલ ૨૭ લાખ રૂપિયા આવ્યુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.