રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 જે- સિરીઝ એન્જિન અને નવી ચેસિસ સાથે લોન્ચ થયું
અગિયાર રંગો સાથે પાંચ અદભુત પ્રકારમાં રજૂ કરાયેલી સંપૂર્ણ નવી ક્લાસિક 350 INR184,374સાથે શરૂ (એક્સ-શોરૂમ અમદાવાદ અને ગુજરાત) થાય છે.
અમદાવાદ, મિડલવેઈટ મોટરસાઈકલ સેગમેન્ટ (250- 750 સીસી)માં વૈશ્વિક આગેવાન રોયલ એનફિલ્ડે આજે અમદાવાદ અને ગુજરાતમાં બહુપ્રતિક્ષિત સંપૂર્ણ નવી ક્લાસિક 350 રજૂ કરી.
આઈકોનિક અને સમકાલીન ક્લાસિકનો કાયાકલ્પ કરાયો છે અને આધુનિક આકાંક્ષાઓને પહોંચી વળવા માટે સહજ અને ઉત્કૃષ્ટ સવારીના અનુભવ સાથે બહેતર બનાવવામાં આવી છે.
નવી મોટરસાઈકલ અમદાવાદમાં સર્વ 8 રોયલ એનફિલ્ડ સ્ટોર્સ અને ગુજરાતમાં 46 સ્ટોર્સમાં બુકિંગ અને ટેસ્ટ રાઈડ્સ માટે ઉપલબ્ધ છે અને રોયલ એનફિલ્ડ એપ થકી, કંપનીની વેબસાઈટ www.royalenfield.comપર
અને નજીકના રોયલ એનફિલ્ડ સ્ટોર્સમાં સંપૂર્ણ નવી ક્લાસિક 350 ટેસ્ટ રાઈડ્સ અને બુકિંગ માટે ઉપલબ્ધ છે.
સંપૂર્ણ નવી ક્લાસિક 350 દુનિયાભરના શોખીનો ચાહે છે તે અસલ, રેટ્રો- સ્ટાઈલ્ડ મોટરસાઈકલો નિર્માણ કરવાના રોયલ એનફિલ્ડના વારસામાં નવા અધ્યાયનો ઉમેરો છે.
2008માં લોન્ચ કરવામાં આવી ત્યારથી ક્લાસિક મિડલવેઈટ મોટરસાઈકલિંગ અવકાશમાં દાખલારૂપ મોટરસાઈકલ તરીકે ઊભરી આવી છે
અને રોયલ એનફિલ્ડના કાયાકલ્પને વાચા આપતાં વૈશ્વિક સ્તરે સેગમેન્ટમાં તેના પ્રવાસે આગેવાની લીધી છે. 12 વર્ષ અને તે પછી 3 મિલિયનથી વધુ મોટરસાઈકલો સાથે ધ ક્લાસિકે પોતાનો વારસો નિર્માણ કર્યો છે અને નવી ક્લાસિક 350 આ વારસાને વધુ આગળ લઈ જવા માટે સુસજ્જ છે.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે ક્લાસિકની સફળતાને યાદ કરતાં અને લોન્ચ પર બોલતાં રોયલ એનફિલ્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બી ગોવિંદરાજને જણાવ્યું હતું કે ક્લાસિક ભારતમાં મિડલવેઈટ સેગમેન્ટની વૃદ્ધિ અને વિસ્તરણમાં મોટે પાયે સૂત્રધાર રહી છે,
જ્યારે દુનિયાભરના યુવા અને અનુભવી રાઈડરોમાં લીઝર રાઈડિંગની ફૂલતીફાલતી પેટા- સંસ્કૃતિ ઉજાગર કરવામાં પણ સક્રિય રહી છે. સંપૂર્ણ નવી ક્લાસિક 350 આ વારસાને આગળ લઈ જાય છે અને સંપૂર્ણ આધુનિક પુનઃકલ્પના કરેલા સવારીના અનુભવ સાથે પરિચિત સમકાલીન ડિઝાઈન લેન્ગ્વેજનું દ્યોતક છે.
સંપૂર્ણ નવી ચેસિસ સાથે અમારા આધુનિક જે- સિરીઝ એન્જિન પર ગ્રાઉન્ડ-અપ નિર્મિત ધ ક્લાસિક 350 એકદમ દાખલારૂપ અને સહજ સવારીનો અનુભવ આપે છે, જે લગભગ પહેલી વાર ફરીથી સવારી કરવા જેવો અહેસાસ આપે છે.અમે મોટરસાઈકલમાં તેના અદભુત લૂકથી પાર્ટસ અને ટચપોઈન્ટ્સમાં પરફેકશનથી તેના બેજોડ રાઈડિંગ પરફોર્મન્સ સુધી દરેક પાસાંમાં બહુ ધ્યાન આપ્યું છે.
ઉત્કૃષ્ટ ઉત્તમ કેલિબ્રેટેડ એન્જિન બહુ જ સહજ છે, જ્ઞાનાકાર રીતે પ્રતિસાદ આપે છે અને સહભાગી કરે છે અને એક્સિલરેશન પર પણ સહજ છે. સંપૂર્ણ નવી ક્લાસિક હાથ ધરતી વખતે ભરપૂર આત્મવિશ્વાસ આપે છે અને તંગ ટ્રાફિકની સ્થિતિઓમાં અને વળાંકવાળા ખૂણાઓમાં ખાસ ઉત્તમ વર્તન કરે છે.
ધ ક્લાસિક આરામદાયક બેઠક અને સસ્પેન્શન અને ઉત્તમ એર્ગોનોમિક્સ સાથે સવારી કરવા સૌથી આરામદાયક મોટરસાઈકલ છે. મિડલવેઈટ સેગમેન્ટ પર ધારદાર લક્ષ્ય અને ભારતીય વાહન ઉદ્યોગમાં પ્રીમિયમાઈઝેશનના પ્રવાહમાં અમારા દઢવિશ્વાસ સાથે અમને વિશ્વાસ છે કે નવી ક્લાસિક 350 અમારી વૃદ્ધિ અને અમારી મહત્ત્વાકાંક્ષાઓને વધુ ઈંધણ આપશે.
અમદાવાદમાં સંપૂર્ણ નવી ક્લાસિક 350 વિશે બોલતાં રોયલ એનફિલ્ડના નેશનલ બિઝનેસ હેડ (નોર્થ અને વેસ્ટ ઈન્ડિયા અને નેપાળ) પુનીત સૂદે જણાવ્યું હતું કે રોયલ એનફિલ્ડે અમદાવાદ અને ગુજરાતમાં પણ મોટરસાઈકલના શોખીનોમાં નોંધપાત્ર આકર્ષણ જમાવવાનું ચાલુ રાખ્યું છે.
અમે પ્રીમિયમ મોટરસાઈકલમાં અપગ્રેડ કરવા માગતા વધુ ગ્રાહકોને પહોંચી વળવા માટે રાજ્યમાં અમારી હાજરી વધારવાનું ચાલુ રાખ્યું છે. અમે 46 સ્ટોર અને 38 સ્ટુડિયો સ્ટોર્સ સાથે ગુજરાતમાં મજબૂત રિટેઈલ હાજરી ધરાવીએ છીએ. રોયલએનફિલ્ડ 150 સીસીઅનેઉપરનીકેટેગરીમાં 24% થીવધુમાર્કેટશેરધરાવેછે
અનેઅમદાવાદમાં 27% માર્કેટશેર સમાન કેટેગરીમાંછે.રાજ્યમાં અમે વધુ વૃદ્ધિની ભરપૂર સંભાવના જોઈ છે. સમકાલીન સ્પર્શ, આરામદાયક સવારી, સિગ્નેચર થમ્પ અને ઉચ્ચ બારીકાઈ અને તાજગીપૂર્ણ સવારીના અનુભવ સાથે અમને વિશ્વાસ છે કે ગુજરાતમાં અમારા મોટરસાઈલિંગના શોખીનો સંપૂર્ણ નવી ક્લાસિક 350ને મનઃપૂર્વક આવકારશે.
મીટિયોરમાં હાલમાં જ રજૂ કરવામાં આવેલા આધુનિક, વૈશ્વિક સ્તરે સરાહના પામેલા 349 સીસી એર- ઓઈલ કૂલ્ડ સિંગલ સિલિંડર એન્જિન દ્વારા પાવર્ડ સંપૂર્ણ નવી ક્લાસિક 350 સવારીના અનુભવમાં આરામ, સહજતા અને ઉત્કૃષ્ટની નવી સપાટી લાવે છે.
349 સીસી સાથે ફ્યુઅલ- ઈન્જેક્ટેડ, એર- ઓઈલ કૂલ્ડ એન્જિન સાથે ક્લાસિક 6100 આરપીએ 20.2 બીએચપી પાવર અને 4000 આરપીએમે 27 એનએમનું ટોર્ક ઊપજાવે છે,
જેને લઈ બેન્ડમાં મજબૂત લો- એન્ડ ગ્રાન્ટ અને સુપર સ્મૂધ લાઈનિયર પાવર ડિલિવરીમાં પરિણમીને સવારીને વધુ આનંદદાયક અને આસાન બનાવે છે.
કંપન દૂર કરતા પ્રાઈમરી બેલેન્સર શાફ્ટ સાથે પુનર્જન્મ પામેલી ક્લાસિક રસ્તા પર સહજ અને ઉત્તમ વર્તન કરે છે. ગિયર શિફ્ટિંગ એકદમ સહજ અને સરળ છે, જે મહત્તમ 4 સ્પીડ ગિયરબોક્સને આભારી શહેરમાં મજબૂત એક્સિલરેશન તેમ જ ક્રુઝિંગ સ્પીડે આરામદાયક સવારીની ખાતરી રાખે છે.
રોયલ એનફિલ્ડના શોખીનીને આનંદ આપતાં નવી ક્લાસિક 350 એક્ઝોસ્ટની નોંધનું નિર્વિવાદ રીતે થમ્પ જાળવી રાખે છે.
રોયલ એનફિલ્ડનાં ભારત અને યુકેમાં બે અત્યાધુનિક ટેકનોલોજી કેન્દ્રો ખાતે સ્થિત ડિઝાઈનરો અને એન્જિનિયરોની પ્રતિભાશાળી ટીમો દ્વારા ડિઝાઈન અને વિકસિત સંપૂર્ણ નવી ક્લાસિક 350 પર ઉત્કૃષ્ટ સવારી અનુભવની ખાતરી રાખવા માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સંપૂર્ણ નવી ચેસિસ ઉત્કૃષ્ટ કમ્ફર્ટ અને મેનુવરેબિલિટી માટે નિર્માણ કરાઈ છે.
સખત રહે તે રીતે તૈયાર કરાયેલી ચેસિસ ઉચ્ચ કોર્નરિંગ સ્પીડ્સે વધુ આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપે છે અને સીધા રસ્તાઓ પર સ્થિરતા મહેસૂસ થાય છે. આગળ અને પાછળના સસ્પેન્શન વધુ આરામદાયક સેડલ ટાઈમ માટે વ્યાપક રીતે વિકસાવવામાં આવ્યાં છે.
બહેતર રાઈડ એર્ગોનોમિક્સ અને વધુ આત્મવિશ્વાસુ બ્રેકિંગ સાથે ક્લાસિક સ્થિતિસ્થાપક અને પ્રતિસાદાત્મક અહેસાસ આપે છે અને દરેક વખતે સવારીનો અનુભવ નવી ઊંચાઈ આપવા માટે વચનબદ્ધ છે.
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અગિયાર રંગોમાં 5 નવા, આકર્ષક પ્રકારમાં મળશે, જે રેડિચ સિરીઝ, ધ હેલસિયોન સિરીઝ, ધ ક્લાસિક સિગ્નલ્સ, ધ ડાર્ક સિરીઝ અને ક્લાસિક ક્રોમ સાથે શરૂ થાય છે.
- ક્લાસિક ક્રોમઃ પ્રીમિયમ અનોખી એડિશન ધ ક્લાસિક ક્રોમ સિરીઝ 1950ની બ્રિટિશ મોટરસાઈકલોનો સમૃદ્ધ લૂક અને અહેસાસ પ્રદર્શિત કરે છે. બે રંગો ક્રોમ રેડ અને ક્રોમ બ્રોન્ઝમાં ડ્યુઅલ- ટોન કલર ટેન્કમાં ઉપલબ્ધ ક્રોમ સિરીઝ 1950માં રોયલ એનફિલ્ડ દ્વારા ધારણ કરાતા આકર્ષક ટેન્ક બેજીસ સાથે તેના ભૂતકાળનું અસલ ઈનસિગ્નિયા ધરાવે છે.
- ધ ક્લાસિક ડાર્ક સિરીઝ ક્લાસિક 350 પર યુવાપૂર્ણ, શહેરી અને કસ્ટમ ખૂબી છે અને સ્ટીલ્થ બ્લેક અને ગનમેટલ ગ્રે રંગમાં આવે છે. આ મોટરસાઈકલો એલોય વ્હીલ્સ અને ટ્યુબલેસ ટાયર્સ સાથે ફિટેડ છે.
- ધ ક્લાસિક સિગ્નલ્સ સિરીઝ માર્શ ગ્રે અને ડેઝર્ટ સેન્ડમાં ઉપલબ્ધ હોઈ સશસ્ત્ર બળો સાથે રોયલ એનફિલ્ડના સહયોગની ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું છે. આ દરેક મોટરસાઈકલો બેજીસ અને ગ્રાફિક્સ સાથે આવે છે અને ટેન્ક પર ટેન્સાઈલ કરી શકાતો અજોડ નંબર પણ ધરાવે છે.
- હેલસિયોન સિરીઝ નામ અનુસાર ક્લાસિકના વારસાની ઉજવણી છે અને ભવ્ય રેટ્રો ક્લાસિક લૂક પ્રદર્શિત કરે છે. તે ગ્રીન, ગ્રે અને બ્લેક રંગોમાં મળે છે.
- ક્લાસિક 350 રેડિટ ભૂતકાળના અસલ ક્લાસિક્સથી પ્રેરિત છે અને બ્લેક્ડ-આઉટ કમ્પોનન્ટ્સ સાથે રેડિચ ગ્રે અને રેડિચ સેજ ગ્રીનમાં સિંગલ ટેન્ક રંગો ધરાવે છે.
એક ચેનલ એબીએસ અને પાછળ ડ્રમ બ્રેક ધરાવતા રેડિચ પ્રકાર સિવાય બધા પ્રકાર ડ્યુઅલ ચેનલ એબીએસ અને ડિસ્ક બ્રેક્સ સાથે સુસજ્જ છે.
સેડલ પર વધુ આરામદાયક કલાકો માટે નવી ક્લાસિક સોફ્ટ- ફોમ કુશન પેડિંગ સાથે નવું, વ્યાપક સીટ્સ ધરાવે છે. નવાનક્કોર હેન્ડલબાર્સ સાથે રાઈડિંગ પોઝિશન પરિચિત ક્લાસિક અહેસાસને જાળવી રાખતાં વધુ સુધારિત આરામ આપે તે રીતે રાખવામાં આવી છે. એલસીડી ઈન્ફો પેનલ ધરાવતું નવું ડિજી- એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ આધુનિક સ્પર્શ આપે છે.
યુએસબી ચાર્જિંગ પોઈન્ટ હાલતાચાલતા ઝડપી ચાર્જિંગની સુવિધા માટે હેન્ડલબારની નીચે માઉન્ટ કરાશે. ટર્ન-બાય- ટર્ન ટ્રિપર નેવિગેશન પોડ ક્રોમ વેરિયન્ટ પર મેક ઈટ યોર્સ એસેસરી- એમઆઈવાય તરીકે ઉપલબ્ધ છે. એમઆઈવાય અસલ અજોડ રોયલ એનફિલ્ડ ટૂલ છે, જે સ્વ- અભિવ્યક્તિને પ્રોત્સાહન આપતાં રાઈડરોને તેમની મોટરસાઈકલો પર્સનલાઈઝ અને કસ્ટમાઈઝ કરવાની સુવિધા આપે છે.
નવી ક્લાસિક 350 વ્યાપક શ્રેણીની જેન્યુઈન મોટરસાઈકલ એસેસરીઝ સાથે ઉપલબ્ધ થશે, જે તેની વર્સેટાલિટીને પૂરક અને આરામ, ઉપયોગિતી અને સ્ટાઈલને બહેતર બનાવવા માટે ડિઝાઈન અને વિકસિત છે. ક્લાસિક 350 માટે નવી એસેસરીઝની શ્રેણી હેતુપ્રેરિત છે અને તેમાં 35 બીસ્પોક વિકલ્પોની શ્રેણી સમાવિષ્ટ છે
જે ચોક્કસ થીમો માટે તૈયાર કરવામાં આવી હોઈ રાઈડરોને તેમની અગ્રતા અનુસાર મોટરસાઈખલોના સ્વરૂપ અને કામગીરીને બહેતર બનાવવા માટે રાઈડરને અનુકૂળતા આપે છે. રોયલ એનફિલ્ડની મોટરસાઈક એસેસરીઝ વ્યાપક 3 વર્ષની વોરન્ટી સાથે આવે છે
અને મોટરસાઈકલ સાથે ડિઝાઈન, વિકાસ અને સર્ટિફાઈડ કરવામાં આવે છે. વધુ વ્યક્તિગત સ્વ- અભિવ્યક્તિ માટે હેલ્મેટ્સ, ટી- શર્ટસ અને લાઈફસ્ટાઈલ એસેસરીઝ સહિત રાઈડિંગ ગિયરની પસંદગી ક્લાસિક 350 દ્વારા પ્રેરિત તૈયાર કરવામાં આવી છે.
નવી ક્લાસિક 350ના બધા પ્રકાર માટે બુકિંગ્સ અને ટેસ્ટ રાઈડ્સ રેડિચ સિરીઝ સિવાય આજથી ભારતની ડીલરશિપ્સમાં શરૂ થશે, જે સ્ટોર્સમાં ઓક્ટોબર 2021થી મળશે. નવી ક્લાસિક 350 રેડિચ માટેINR1,84,374માં, હેલસિયોન સિરીઝ માટે INR1,93,123, ક્લાસિક સિગ્નલ્સ માટે INR2,04,367, ડાર્ક સિરીઝ માટે INR2,11,465અને ક્લાસિક ક્રોમ માટે INR2,15,118થી શરૂ થતી કિંમતે મળશે. (સર્વ એક્સ- શોરૂમ ચેન્નાઈ કિંમત).