Western Times News

Gujarati News

વેક્સિન સર્ટિફિકેટ વગર હોટલ-રેસ્ટોરન્ટમાં નો-એન્ટ્રી

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો બીજીતરફ કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. લોકોને રસી લેવા માટે સરકાર સતત પ્રોત્સાહિત કરી રહી છે.

અમદાવાદમાં પણ મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ હજુ અનેક લોકો એવા છે જેણે રસી લીધી નથી. તો અમદાવાદમાં ૨૦ સપ્ટેમ્બરથી વેક્સિન સર્ટિફિકેટ ન હોય તેવા વ્યક્તિઓને એએમટીએસ, બીઆરટીએસ, ગાર્ડન જેવા જાહેર સ્થળો પર પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. હવે અમદાવાદમાં વેક્સિન સર્ટિફિકેટ વગર હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ પ્રવેશ મળશે નહીં.

કોરોના સંક્રમણ અટકાવવા અને લોકો વેક્સિન લે તે માટે અમદાવાદ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. હવે જે લોકો પાસે વેક્સિન સર્ટિફિકેટ હશે નહીં તેને અમદાવાદ શહેરમાં આવેલા કોઈપણ રેસ્ટોરન્ટ કે હોટલમાં પ્રવેશ મળશે નહીં.

કોઈપણ હોટલ-રેસ્ટોરન્ટમાં જમવા જવા માટે દરેક લોકોએ ફરજીયાત વેક્સિન સર્ટિફિકેટ દેખાડવાનું રહેશે. વેક્સિીન નહીં લેનારા લોકો પર ગાળીયો કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક ર્નિણયો લેવામાં આવ્યો છે.

એએમસી દ્વારા આજથી શહરમાં નો વેકસીન નો એન્ટ્રીનો અમલ કરવામાં આવ્યો છે. AMCની તમામ ઓફિસ એને AMTS-BRTS સહિત વિવિધ સ્થળે ચેકીંગ કરાશે. જેના અંતર્ગત AMTS-BRTS બસની સુવિધાનો લાભ લેવા માટે પણ વેક્સીનેશન ફરજીયાત કરાયું છે.

કોર્પોરેશન દ્વારા સંચાલિક કાંકરિયા લેક, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સીવી સિવિક સેન્ટર સહિત કોર્પોરેશનની કોઇ પણ સુવિધાનો લાભ લેવા માટે ફરજીયાત વેક્સિનેશન કરાવવું પડશે. છસ્ઝ્રની કોઇ પણ બિલ્ડિંગમાં પ્રવેશ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. રસીકરણ થયાનું સર્ટિફિકેટ ડિજિટલી રજુ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.