બિગ બોસ ૧૫: ઘરની અંદરની તસવીરો લિક થઈ

મુંબઈ, સલમાન ખાનનો શો બિગ બોસ સિઝન ૧૫ બીજી ઓક્ટોબરે પ્રીમિયર થવા માટે સંપૂર્ણ તૈયાર છે. સલમાન ખાનના ફેન્સ આ શોને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. બિગ બોસની થીમ આ વખતે જંગલની છે. બિગ બોસ ૧૫ના ઘરની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર પહેલા જ સામે આવી ચૂકી છે. જેને જાેઈને ફેન્સ ખૂબ જ એક્સાઈડ અનુભવી રહ્યા છે.
આ વર્ષે બિગ બોસ સિઝન ૧૫ની થીમ જંગલ પર આધારિત છે. બિગ બોસના આખા ઘરને જંગલની થીમને ધ્યાનમાં રાખીને સજાવવામાં આવ્યું છે. એટલે આખા ઘરને એ મુજબ વિવિધ ચીજવસ્તુઓથી સજાવી દેવામાં આવ્યું છે. આ સિવાય પંખીડાઓને ચણ નાખવાની વ્યવસ્થા સહિત એક પાણીનો ઘડો પણ મુકવામાં આવ્યો છે.
આ સિઝનની ટેગલાઈન છે જંગલમાં દંગલ. બિગ બોસના લીવિંગ રૂમમાં પીળા રંગની કાર ઘરમાં પાર્ક કરેલી જાેવા મળી રહી છે. એટલું જ નહીં આ કાર દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. રૂબીના દિલાઈક, ગૌહર ખાન અને શ્વેતા ત્રિપાઠીના નેતૃત્વમાં ઘરમાં તમામ કન્ટેસ્ટન્ટને ત્રણ ગ્રૂપમાં વહેચવામાં આવશે.
બિગ બોસ ૧૫ના ઘરમાં પોતાની જગ્યા સુરક્ષિત કરવા માટે દરેક કન્ટેસ્ટન્ટે એક બીજા સામે લડશે. શોમાં ભાગ લેવા જઈ રહેલા અનેક પ્રખ્યાત સેલેબ્સના નામ પણ સામે આવી રહ્યા છે અને વિવિધ અટકળો વહેતી થઈ છે. આ યાદીમાં કરણ કુન્દ્રા, નેહા મર્દા, ટીના દત્તા, ઉમર રિયાઝ, તેજસ્વિની પ્રકાશ, નિશાંત ભટ, ડોનલ બિષ્ટ સામેલ છે. બિગ બોસ ઓટીટી ફાઈનલિસ્ટ પ્રતિક સહજપાલ શોના પહેલા કન્ફર્મ કન્ટેસ્ટન્ટ છે.
વાત કરીએ કન્ટેસ્ટન્ટ ડોનલ બિષ્ટની તો તે આ ઈન્ડસ્ટ્રીમાં નવી નથી. ટેલિવિઝન અને વેબ સીરિઝની દુનિયામાં પ્રવેશ કરતા પહેલા ડોનલ પત્રકાર હતી. ડોનલ ટેલિવિઝનની દુનિયામાં આવી તે પહેલા એક ન્યુઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતી હતી. ડોનલે ડીડી નેશનલ અને ચિત્રહારમાં પણ હોસ્ટિંગ કર્યું છે. વર્ષ ૨૦૧૫માં ડોનલ શૉ એરલાઈન્સમાં જાેવા મળી અને આ શૉમાં પણ તેનું પાત્ર પત્રકારનું જ હતું. જાે કે શૉમાં ડોનલનો કેમિયો અપિયરન્સ હતો.SSS