Western Times News

Gujarati News

મહેસાણામાં ૬ કલાકમાં સૌથી વધારે ૩ ઈંચ વરસાદ

ફાઈલ ફોટો

અમદાવાદ, ગુજરાતમાં ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જામ્યા બાદ અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ મહેસાણામાં નોંધાયો છે.

આ સિવાય સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, અમરેલીમાં વરસાદ નોંધાયો છે. ૬ કલાકમાં રાજ્યના ૩૪ તાલુકાઓમાં ૧૦એમએમથી સવા ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાતર શિયર ઝોન ક્રિએટ થયું છે, જેના લીધે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેશે.

મહેસાણા તાલુકામાં ૬ કલાકમાં સૌથી વધારે ૩.૨૨ ઈંચ વરસાદ નોંધાયો છે, આ પછી બેચરાજીમાં ૨.૪૮ ઈંચ, કડીમાં ૨.૪૦ ઈંચ, સાબરકાંઠાના પોઈસામાં ૨.૩૬ ઈંચ વરસાદ થયો છે. આ સિવાય વિસનગર, ખેરાલુ, હળવદ, કલોલ, બરવાળા, રાજુલા, વિરમગામ, દસાડા, સાયલા, ઊંઝા, વડનગરમાં ૧થી ૪ ઈંચ સુધીનો વરસાદ થયો છે. ભમરીયા નાળા પાસે પાણીમાં કાર ફસાઈ ગઈ હતી.

આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. અમદાવાદમાં સરખેજમાં આવેલા અંડરપાસમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થઈ ગયું છે. ગુજરાત પર શિયર ઝોન સર્જાયું છે જેના લીધે આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુલાબ વાવાઝોડું નબળું પડી જતા તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે, આવામાં ગુજરાત પર શિયર ઝોન ક્રિએટ થયો છે તેના લીધે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ દરમિયાન અમદાવાદ સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ અને સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ રહેવાની આગાહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.