Western Times News

Gujarati News

ભાણેજે મામીના ફોટા ઉપર અપશબ્દો લખી વાયરલ કર્યા

પ્રતિકાત્મક

સુરત, સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્નીને વોટ્‌સએપ સ્ટેટસમાં ફોટા અપલોડ કર્યા હતો. જાેકે ગણતરીની મિનિટોમાં ફોટા ઉપર ગાંડો લખીને ઇંસ્ટાગ્રામ પર અપલોડ કરીને વાયરલ કર્યા હતા. જેથી અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પારિવારિક ઝઘડામાં ભાણેજે જ મામીના ફોટા વાયરલ કર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારીયાધારના રહેવાસી અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્ની તારીખ ૧૧ ઓગસ્ટના રોજ ગુરૂ ભાઈ તથા તેના અન્ય મિત્રો સાથે સોમનાથ મહાદેવ ખાતે દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ દરિયાકિનારે ફરવા ગયા હતા અને ગુરુભાઇ સહિત તમામ સાથે ફોટા પડાવ્યા હતા.

મહિલાએ ફોટા પોતાના વોટ્‌સએપ સ્ટેટસમાં અપલોડ કર્યા હતા. જાેકે ફોટા અપલોડ કરવાની ૧૦ મિનિટમાં ફોટા ઉપર ગાળો લખી ઇસ્ટાગ્રામ પર કોઈ અજાણ્યા વ્યક્તિએ વાયરલ કરતા મહિલા ચોંકી ઉઠી હતી. આ પછી મહિલાએ સુરત આવ્યા બાદ તાત્કાલિક આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલીસે આ મામલે તપાસ કરતાં એક યુવકની સંડોવણી સામે આવી હતી.

પોલીસે તાત્કાલિક આ યુવકની અટકાયત કરી કરી હતી. યુવકને જાેતા જ મહિલા ચોંકી ઉઠી હતી આ યુવક અન્ય કોઈ નહીં પણ આ મહિલાનો ભાણેજ હતો. પારિવારિક ઝઘડામાં મામીને બેન કિંજલ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને ભાણેજ દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું હતું.

પોલીસની તપાસમાં આ યુવકે પોતે કરેલા ગુનાની કબુલાત કરી લેતાં પોલીસે યુવક સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. સુરત શહેરમાંથી ગાંજાની હાઇબ્રિડ ગોળીઓ વેચવાનું એક કૌભાંડ સામે આવ્યું છે.

જાેકે, વેચનાર કોઈ કુખ્યાત ડ્રગ પેડલરો નથી પરંતુ એક દંપતિ છે. સુરતમાં દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને સુરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સંયુક્ત ઓપરેશન દ્વારા આ કપલને ઝડપી પાડવામાં આવ્યું છે. રેસ્ટોરાં ચલાવતું દંપતિ આ ટેબ્લેટના વેચાણનો વેપલો કરતા ઝડપાયું છે.

આ દંપતિ અડાજણ વિસ્તારમાં રહે છે અને વેસુ વિસ્તાર માંથી રેસ્ટોરન્ટ ચલાવે છે ત્યાંથી આ તમામ મુદામલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દંપતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો વેપાર કરતું હતું જેથી તેમની પાસેથી એનએસબીની ટીમ દ્વારા ૧ કિલો ૯૦૦ ગ્રામ હાઇબ્રિડ ગાંજાની ટેબ્લેટ મળી આવી જેની અંદાજીત કિંમત ૧૬-૧૭ લાખ થી વધુ થાય છે અને સાથે કેટલાક ગ્રામ સરચ અને એલએસડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.