Western Times News

Gujarati News

નોંધપાત્ર કામગીરી બદલ કરમસદની હોસ્પિટલને સરકાર દ્વારા પસંદગી

આણંદ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદને રાજયકક્ષાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં વર્ષ ર૦ર૦-ર૧માં કરેલ નોંધપાત્ર યોગદાન અને ઉદાહરણીય કામગીરી બદલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ સર્ટીફિકેટથી સમ્માનિત કરવામાં આવી હતી. Shri Krishna Hospital Karamsad Gujarat

શ્રી કૃષ્ણ હોસ્પિટલ તરફથી સંસ્થાના સીઈઓ સંદીપ દેસાઈએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનર વ- સચિવ જયપ્રકાશ શિવહરેના હસ્તે એવોર્ડ અને સર્ટિફિકેટ સ્વીકાર્યા હતા.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ર૩ સપ્ટેમ્બરના રોજ આયુષ્યમાન ભારત દિવસની ઉજવણી અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા મા’ યોજનાના લાભાર્થીઓના હિતાર્થે ગ્રીન કોરિડોર વ્યવસ્થાનો લોકાપર્ણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

જેમાં સમારંભના અધ્યક્ષ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હતા. સમારંભના મુખ્ય મહેમાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજય કક્ષાના મંત્રી નિમિષા સુથાર તથા અતિથિવિશેષ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમાર હાજર રહ્યા હતા.

સરકારી ઉચ્ચ અધિકારીઓમાં મિશન ડાયરેકટર નેશન હેલ્થ મિશન રેમ્યા મોહન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનર વ- સચિવ જયપ્રકાશ શિવહરે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ પણ હાજર હતા.

ગુજરાતભરમાંથી ૧પ૦૦ જેટલી હોસ્પિટલે આયુષ્યમાન ભારત યોજનાનો અમલીકરણ કરેલ છે, જેમાંથી ૬૦૦ જેટલી હોસ્પિટલ પ્રાઈવેટ છે. આ પ્રાઈવેટ હોસ્પિટલમાંથી ૩ હોસ્પિટલનો આયુષ્યમાન યોજના હેઠળ કરેલ ઉદાહરણીય કામગીરી બદલ રાજય સરકાર દ્વારા સન્માનિત કરવા માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં શ્રી કૃષ્ણ હોસ્પિટલ આણંદ જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ તરીકે પસંદગી પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.