Western Times News

Gujarati News

ગુજરાતના આ તાલૂકાના કારીગરો આજે પણ આ કિંમતમાં પથ્થરોમાંથી ઘરઘંટી બનાવી વેચે છે

મોરવા હડફ તાલૂકાના કારીગરો પથ્થરની ઘંટી અને ખલ બનાવાની લૂપ્ત થતી કારગીરીને જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે- હાલમા પથ્થરની ઘંટીનો ભાવ ૭૦૦ રૂપિયા છે- ખલના ભાવ ૩૦૦ રૂપિયા છે.

(પ્રતિનિધિ) ગોધરા, આજના યાંત્રિકીકરણના જમાનાની વચ્ચે જીવનજરૂરીયાતના ઉપયોગમાં લેવામા આવતા સાધનો લૂપ્ત થવાના આરે છે.પંચમહાલ જીલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા કેટલાય એવા પરિવારો હયાત છે.જેમને આ લૂપ્ત થતા સાધનોને જીવંત રાખવાનુ કામ કર્યુ છે.

એક જમાનામાં અનાજને દળવા માટે પથ્થરની ઘંટી તેમજ રસોઈમાં ઉપયોગ કરવામા આવતો મસાલો ખાંડવા માટે પથ્થરના ખલનો ઉપયોગ થતો હતો. હવે જમાનો બદલાતા ઈલેક્ટ્રીક ઘરઘંટીનો તેમજ મિક્સર જેવા આધુનિક સાધનોનો ઉપયોગ થાય છે.પણ તેની વચ્ચે પણ પથ્થરની ગોળાકાર અનાજ દળવાની ઘરઘંટી તેમજ મસાલો ખાંડવા માટેના પથ્થરના ખલ બનાવતા કારીગરોએ જાણે લૂપ્ત થતી કળાને જીવંત રાખી છે.

એક સમય હતો જેમા આપણા બાપદાદાઓ જાતે અનાજ પથ્થર દળવાની ઘરઘંટી પર દળીને તેના રોટલા-રોટલી બનાવાની વાતો, પથ્થરની ઘંટીનો લોટ ખાધો હોવાની વાતો કરતા સાભળ્યા હશે.પણ હવે જમાનો ઇલેકટ્રીક સાધનોનો છે.હવે ભાગ્યેજ કોઇ અનાજ દળવાની પથ્થરની ઘરઘંટીનો ઉપયોગ કરતા હોય તેવૂ જાેવા મળે છે.

પરંતૂ પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલૂકાના કારીગરો આજે પણ પથ્થરોમાંથી અનાજ દળવાની ઘરઘંટી અને મસાલો ખાંડવાના પથ્થરના ખલો બનાવે છે.અને પોતાના પરીવારોનૂ ગૂજરાન ચલાવે છે.આ કારીગર વર્ગ તેમની પેઢીગત કલાને સાચવી રાખી છે.પથ્થરો ટાંકીને ઘરઘંટી અને ખલ બનાવાનુ કામ કરે છે.

કારીગરો જણાવે છે. આ ઘરઘંટી બનાવાના માટેના પથ્થરો મહિસાગર જીલ્લામાંથી અમે લાવીને છે.ત્યારબાદ તેની પર અમે હથોડી અને છીણી વડે ગોળાકાર ઘંટી બનાવાનુૃ કામ કરીએ છે.અમે ખલ પણ બનાવીએ છે.ગોધરા શહેર સહિત અન્ય શહેરોમાં જઇને વેચી છે.અને ત્યા પણ ઘંટી અને ખલ બનાવીએ છે.હાલમા અમે ગોધરામા આવ્યા છે.

અને વડોદરા રોડ પર રહીને ઘંટી ખલ વેચીએ છે.આ બનાવતા બેથી ત્રણ દિવસ જાય છે.આ ઘંટી બનાવાના કામમા જાેખમ પણ રહેલુ છે.પથ્થરો ટીંચતા આંખમા કણી ઘૂસી જવાનો ભય રહે છે. હાલમા પથ્થરની ઘંટીનો ભાવ ૭૦૦ રૂપિયા છે.ખલના ભાવ ૩૦૦ રૂપિયા છે.શહેરી કરતા ગ્રામીણ વિસ્તારમાં રહેતો વર્ગ વધારે ખરીદી કરે છે.

પથ્થરની ઘરઘંટીનો ઉપયોગ હવે અનાજ દળવા માટે ઓછો થાય છે.તુવેરની દાળ પાડવા,લાપસી માટે ઘઉંના ફાડા બનાવવા ખાસ ઉપયોગ થાય છે.આજે પણ ગ્રામીણ વિસ્તારમાં રસોઈમાં મસાલો ખાંડવા માટે પથ્થરના ખલનો ઉપયોગ થાય છે.તેના આરોગ્યવર્ધક ફાયદા હોવાનુ પણ માનવામા આવે છે.

કારીગરોવર્ગના ના બધા પરિવારો આ કામ કરતા નથી.અમૂક કારીગરો જ આ પથ્થરની ઘંટી અને ખલ બનાવાની કામગીરી કરે છે.હાલ પણ તેમને રોજગારી મળી રહેતા તેમના પરિવારોનૂ ગૂજરાન ચાલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.