ગાડીઓના કાચ તોડી ચોરી કરતી નાયડુ ગેંગના પાંચ ઇસમો ઝડપાયા
(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જી એસ.શ્યાન નાઓના માર્ગદર્શન હેઠળ સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે. નાઓએ નડીયાદ ટાઉન પો.સ્ટેશનના સર્વેલન્સ પો.સ.ઇ જે.એસ. ચંપાવત
તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને નડીયાદ ટાઉન પો.સ્ટેમાં દાખલ થયેલ મિલકત સબંધી ગુનાઓના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચના કરેલ જે આધારે ગુનાવાળી જગ્યાની આસપાસ તપાસ કરતાં મળી આવેલ સી.સી.ટી.વી ફુટેજ આધારે ફટેજમાં દેખાતાં ઇસમોની તપાસમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન હેકો સુભાષચંદ્ર , રઘુવીસિંહ તથા હરજીભાઇ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે થોડા દિવસ અગાઉ થયેલ લેપટોપ ચોરીના સી.સી.ટી.વી ફુટેજમાં જણાંતા ઈસમો જેવા માણસો રિલાયન્સ માટે થી કિડની સર્કલ તરફ જઇ રહેલ હોવાની બાતમી આધારે નડીયાદ રિલાયન્સ માટે તરફ જતાં બાતમીમાં જણાવેલ ઇસમો રિક્ષામાં બેસવા જતાં તેઓને કોર્ડન કરી પકડી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ (૧) સુબ્રમણી સુંગૈયા નાયડુ ઉવ/૫૫ રહે. ૨૩/૫૯ એમ.એસ.નગર સેકન્ડ સ્ટ્રીટ તીરૂપુર તમીલનાડુ (૨) રમેશ મણી નાયડુ ઉવ/૨૨ રહે નવાપુર નંદુરબાર પોસ્ટ વાકીપાડા મહારાષ્ટ્ર (૩) સેગર પલ્લીસ્વામી નાયડુ ઉવ/૩૫ રહે.વાકીપાડા પોસ્ટ કરજી ખુર્દ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર
(૪) શિવા વેંકટસ્વામી નાયડુ ઉવ/૩૪ રહે. વાકીપાડા પોસ્ટ કરજી ખુર્દ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર (૫) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સમીર ઉર્ફે શીવા સંજય બનસોડે ઉવ/૧૪ રહે.વાકીપાડા પોસ્ટ કરજી ખુર્દ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.*