CNG-PNG ગેસના ભાવમાં ૧૦-૧૧ ટકાનો વધારો થઇ શકે છે
આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં સરકાર ગેસના ભાવમાં લગભગ ૭૬ ટકાનો વધારો કરી શકે છે
નવી દિલ્હી, વધતી જતી મોંઘવારીના કારણે ફરી એકવાર આકરો ઝટકો લાગવાનો છે. ફરી એકવાર સીએનજી અને પાઇસના રસોઇ ગેસના ભાવમાં આગામી મહિને ૧૦-૧૧ ટકાનો વધારો થઇ શકે છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં સરકાર ગેસના ભાવમાં લગભગ ૭૬ ટકાનો વધારો કરી શકે છે.
આવો જાણીએ હવે કેટલી વધશે કિંમત. ગેસના ભાવમાં વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંઘુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જાેકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી ૨૦૧૪ હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. તેના અનુસાર હવે આગામી સમીક્ષા ૧ ઓક્ટોબરના રોજ થશે. ઓક્ટોબર બાદ એપ્રિલ ૨૦૨૨ માં ગેસના ભાવ નક્કી થશે.
બ્રોકરેજના અનુસાર, ૧ ઓક્ટોબર, ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ ના સમયગાળા માટે APM એટલે એડમિનિસ્ટર્ડ રેટ ૩.૧૫ અમેરિકી ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ થઇ જશે, જે હાલ ૧.૭૯ ડોલર છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના કેજી-ડી૬ અને બીપી પીએલસી જેવા ઉંડા પાણીના વિસ્તારોમાં ગેસના દર આગામી મહિને વધીને ૭.૪ ડોલર પ્રતિ એમએમબીટીયૂ થઇ જશે.
આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીના રિપોર્ટ અનુસાર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂટસને ઓક્ટોબરમાં ભાવમાં ૧૦-૧૧ ટકાનો વધારો કરવો પડશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચલણના અનુસાર એપ્રિલ ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૨ માં APM ગેસના ભાવ ૫.૯૩ અમેરિકી ડોલર પ્રતિ mmBtu અને ઓક્ટોબર ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ૭.૬૫ અમેરિકી ડોલર પ્રતિ mmBtu થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે એપ્રિલ ૨૦૨૨માં CNG અને પાઇપ્ડ પ્રાકૃતિ ગેસના ભાવમાં ૨૨-૨૩ ટકા અને ઓક્ટોબર ૨૦૨૨ માં ૧૧-૧૨ ટકાનો વધારો થશે.
APM ગેસની કિમત FY૨૨ ની પહેલી છમાસિકમાં ૧.૭૯ ડોલર પ્રતિ mmBtu થી FY૨૩ ની બીજી છમાસિકમાં ૭.૬૫ ડોલર પ્રતિ mmBtu સુધી વધવાનો અર્થ MGL અને IGL ઓક્ટોબર ૨૦૨૧ થી ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન ૪૯-૫૩ ટકાનો વધારો કરવો પડશે.
ગેસના ભાવમાં વધારા થી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડીયા લિમિટેડની સાથે-સાથે રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ જેવી ખાનગી કંપનીઓના માર્જિનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.SSS