Western Times News

Gujarati News

મ.પ્રમાં દેશનો પ્રથમ ૨૯ કિમીનો સાઉન્ડપ્રૂફ હાઈવે

ભોપાલ, દેશનો પહેલા સાઉન્ડપ્રુફ હાઈવે મધ્યપ્રદેશમાં બનીને તૈયાર થઈ ગયો છે. મધ્યપ્રદેશના સવની જિલ્લામાં બનેલા આ હાઈવેની લંબાઈ ૨૯ કિલોમીટરની છે અને તેને બનાવવા માટે ૯૬૦ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.અહીંથી પસાર થનારા લોકો હાઈવે પર રોકાઈને તસવીરો ખેંચાવે છે.હાઈવે પર પસાર થતી ગાડીઓનો અવાજ હાઈવેની નીચે સંભળાતો નથી.

નાગપુર તરફ જતા આ હાઈવેની બંને તરફ સ્ટીલની દિવાલો ઉભી કરવામાં આવી છે.જેથી અવાજ બહાર જાય નહીં.તાજેતરમાં જ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેનુ લોકાર્પણ કર્યુ હતુ.હાઈવે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનુ ઉત્તમ ઉદાહરણ છે.હાઈવેની નીચે જંગલમાં પ્રાણીઓને પસાર કરવા માટે એનિમલ અન્ડરપાસ બનાવાયા છે.

આ ૨૯ કિલોમીટરનો હાઈવે પેંચ ટાઈગર રિઝર્વના બફર ઝોનમાંથી પસાર થાય છે અને જાનવરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાઉન્ડ પ્રૂફ હાઈવે બનાવાયો છે.કુલ મળીને હાઈવે નીચે ૧૪ અન્ડર પાસ બનાવાયા છે.જેથી પ્રાણીઓ આસાનીથી પસાર થઈ શકે.વાહનોની લાઈટો પ્રાણીઓને ખલેલના પહોંચાડે તે માટે હેડલાઈટ રિડ્યુસર પણ લગાવવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.