Western Times News

Gujarati News

સેન્સેક્સ ૪૧૦ પોઈન્ટ તૂટીને ૬૦ હજારની અંદર બંધ થયો

મુંબઈ, મિશ્ર વૈશ્વિક સંકેતોની સાથે નફાવસૂલીએ મંગળવારે શેર બજારની રેલી ખતમ કરી દીધી. સેન્સેક્સ ૪૧૦ પોઈન્ટ ગબડીને ૬૦ હજારની નીચે બંધ થયો. ૫૯,૬૬૭ પોઈન્ટ પર કારોબારી સત્ર પૂરું થતા પહેલાં સેન્સેક્સની શરૂઆત સપાટ રહી હતી. પરંતુ પ્રોફિટ બૂકિંગને લીધે બપોરના કારોબાર સત્ર દરમિયાન ભારતના મુખ્ય ઈક્વિટી સૂચકાંકોને નબળા પાડી દીધા.

આ ઉપરાંત કાચા ઓઈલની ઊંચી કિંમતો અને યૂએસ ફેડના નબળા પડવાની આશંકાએ બજારની ધારણાને પ્રભાવિત કરી. વીજળી, ઓઈલ અને ગેસ તથા ધાતુ સૂચકાંકોમાં સૌથી વધુ તેજી આવી જ્યારે રિયલિટી, આઈટી અને દૂરસંચાર સૂચકાંકોમાં ગિરાવટ આવી. નિફ્ટી ૫૦ પણ ગબળીને ૧૭,૭૪૮.૬૦ પોઈન્ટ પર બંધ થયો હતો. પાવર ગ્રિડ, એનટીપીસી, સન ફાર્મા સહિત નવ શેર જ લીલા નિશાન પર હતા. સૌથી વધુ ગબડેલા શેરોમાં બારતી એરટેલ, ટેક મહિન્દ્રા સામેલ છે.

આ શેરોમાં ૩ ટકાથી વધુની ગિરાવટ જાેવા મળી. એક્સપર્ટના અનુસાર આવું કરેક્શન પહેલાથી જ નક્કી જમાતું હતું. જાેકે રોકામકારોએ આનાથી ગભરાવાની જરૂર નથી. એસએમસી ગ્લોબલના એમસી ગુપ્તાએ કહ્યું કે શેરોમાં કરેક્શનની ગંજીશ હતી જે આજે થઈ ગયું. ચીનની પાવર ક્રાઈસિસ મોટું કારણ રહ્યું છે. આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવ પમ વધી રહ્યા છે.

આ કારણે બજારની ધારણાને પ્રબાવિત કરી રહી છે. કેપિટલ વાયા ગ્લોબલ રિસર્ચના શોધ પ્રમુખ ગૌરવ ગર્ગના અનુસાર અમેરિકન સરકારના બંધના જાેખમ બાદ મંગળવારે એશિયન શેર નીચા મથાળે ખુલ્યા. વેપારીઓને પ્રોત્સાહન મળશે કેમકે રેટિંગ એજન્સી આઈસીઆરએએ ભારતની જીડીપી વૃધ્ધિને પહેલાના ૮.૫ ટકાથી ૯ ટકા થવાનું અનુમાન લગાવ્યું છે.

કેટલુંક સમર્થન મળશે કેમકે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીના નિકાસના કડા ૧૮૫ અબજ ડોલર સુધી પહોંચી ગયા છે. અમારી શોધથી જામવા મળ્યું છે કે બજારમાં ૧૭,૭૫૦ એક મહત્વપૂર્મ સ્તર છે.

એચડીએફસી સિક્યોરિટીસના રિટેલ રિસર્ચના પ્રમુખ દીપક જસાનીએ કહ્યું કે નિફ્ટીએ ૨૮ સપ્ટેમ્બરે તમામ શરૂઆતની વૃધ્ધિને મિટાવી દીધી અને બપોરે સપાટ કારોબાર કરી રહ્યો છે.

ફેડરલ રિઝર્વની શરૂઆતમાં રોકાણકારોના મુલ્ય નિર્ધારણની સાથે અમેરિકન ટ્રેઝરી યીલ્ડના રૂપમાં મિશ્રિત એશિયન સ્ટોક વધી ગયા, ઊર્જાની કિંમતોમાં વૃધ્ધિએ મુદ્રાફૂગાવાની ચિંતાઓ અને ચીનમાં વીજળીની કમી, ભાવનાઓને પ્રભાવિત કર્યા.

દિવસમાં બપોરે આશરે ૧૨.૩૦ વાગે એસએન્ડપી, બીએસઈ સેન્સેક્સ ૫૯,૪૮૫.૮૭ના સ્તર પર કારોબાર કર્યો જે પોતાના છેલ્લા બંધથી ૫૯૨.૦૧ પોઈન્ટ અથવા ૦.૯૯ ટકા ઓછો હતો. એજ રીતે એનએસઈ નિફ્ટી ૫૦માં ગિરાવટ જાેવા મળી. તે તેના છેલ્લા બંધથી ૧૫૦.૩૦ પોઈન્ટ થવા ૦.૮૪ ટકા ઘટીને ૧૭,૭૦૪.૮૦ના સ્તર પર આવી ગયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.