પંજાબ કોંગ્રેસના અધ્યક્ષપદેથી નવજોત સિધ્ધુનું રાજીનામું

File
નવી દિલ્હી, પંજાબના રાજકારણમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. હવે નવજાેત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે પંજાબના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ઉથલપાથલ ચાલી રહી છે. પહેલા મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું.
પરંતુ તેમણે કહ્યું છે કે તે કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે, તે કોંગ્રેસના સભ્ય તરીકે યથાવત રહેશે. નવજાેત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, કોઈ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમજુતિથી શરૂ થાય છે.
હું પંજાબના ભવિષ્યને લઈને સમજુતિ નથી કરી શકતો. તેથી હું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી તત્કાલ રાજીનામુ આપું છું. પંજાબમાં આજે નવા મંત્રીઓને વિભાગની ફાળવણી કરવામાં આવી છે અને તેની થોડી કલાકો બાદ જ સિદ્ધુએ સોનિયા ગાંધીને રાજીનામું મોકલી આપ્યું છે.
તેની પાછળ કોઈ મહત્વપૂર્ણ કારણ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાથી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો છે. બાદમાં કેપ્ટને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ મુખ્યમંત્રી બનવા ઈચ્છતા હતા, પરંતુ પાર્ટીએ અલગ ર્નિણય લીધો. ત્યારબાદ તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.SSS