ભવાનીપુરની પેટા ચૂંટણી પર રોકનો કોર્ટનો ઈનકાર

કોલકાતા, કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક પર થઈ રહેલી પેટા ચૂંટણી પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આ બેઠક પર ૩૦ સપ્ટેમ્બરે મતદાન થવાનુ છે. સોમવારે ભાજપના નેતા દિલિપ ઘોષ પર અહીંયા થયેલા હુમલા બાદ ભાજપના નેતાઓએ આ ચૂંટણી ટાળવા માટે માંગ કરી હતી.
ભાજપના બંગાલના નેતા સ્વપ્ન દાસગુપ્તાએ ચૂંટણી પંચને મતદાન મથકોની આસપાસ કલમ ૧૪૪ લગાવવા માટે માંગ કરી હતી અને સાથે સાથે ચૂંટણી કેન્દ્રીય સુરક્ષાદળોની હાજરીમાં કરવા માટે પણ માંગ કરી હતી.
દિલિપ ઘોષે કહ્યુ હતુ કે, મારા જેવા નેતાઓ પર જાે હુમલો થતો હોય તો સામાન્ય લોકો કેવી રીતે ઘરમાંથી નિકળીને મતદાન કરશે મને આશા નથી કે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય. એટલે હાલમાં ચૂંટણી ટાળી દેવામાં આવે અને વાતાવરણ સારૂ હોય ત્યારે ચૂંટણી કરવી જાેઈએ.
ઉલ્લેખનીય છે કે, ભવાનીપુર બેઠક પરથી હાલના સીએમ મમતા બેનરજી ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે તેમની સામે પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનરજીએ મુખ્યમંત્રી પદ પર ચાલુ રહેવા માટે આ ચૂંટણી જીતવી જરૂરી છે.SSS