વડોદરા હાઈ પ્રોફાઈલ રેપ કેસનો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી પકડાયો
વડોદરા, વડોદરાના ચકચારી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હજુ સુધી પોલીસ આરોપીઓ પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈનને પકડી શકી નથી.
પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જાે કે, પોલીસે રાજુ ભટ્ટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાં દારૂની બોટલ મળી આવી હતી.
પોલીસે આરોપી પર પ્રોહિબિશનનો વધુ એક ગુનો દાખલ કર્યો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ તથા વડોદરા પીસીબી તેમજ જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં જૂનાગઢમાંથી રાજૂ ભટ્ટને ઝડપી લેવામાં આવ્યો છે.
વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી રાજુ ભટ્ટ પોલીસથી બચવા માટે ગાંધીધામ તરફ ભાગ્યો હતો.
આ બાતમીના આધારે પોલીસે એક ટીમ ગાંધીધામ મોકલી હતી. પરંતુ પોલીસને ત્યાં આરોપી મળી આવ્યો ન હતો. જાે કે, ત્યારબાદ પોલીસે રાજૂ ભટ્ટના વેવાઈના પુત્રની પૂછપરછ હાથ ધરી હતી. રાજુ ભટ્ટના વેવાઈનો પુત્ર વડોદરામાં હોવાની પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી. જે બાદ પોલસી પૂછપરછ કરી મહત્વની જાણકારી મેળવી રહી છે.
આ ઉપરાંત પોલીસે સમન મોકલી રાજુ ભટ્ટના વેવાઈના પરિવારને હાજર થવા કહ્યું હતું. જાે કે, સોમવાર સાંજે પોલીસની એક ટીમ રાજુ ભટ્ટના નિઝામપુર, મિલનપાર્ક સોસાયટીમાં તેના ઘરે પહોંચી હતી. જ્યાં પોલીસને ૩ કાર સહિત મહત્વના દસ્તાવેજ મળી આવ્યા હતા. તો બીજી તરફ રાજુ ભટ્ટના બેડરૂમમાંથી દારુની બોટલ મળી આવી હતી.
જે બાદ પોલીસે આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આગળ કાર્યવાહી કરી રહી છે.
તો બીજી તરફ અશોક જૈન રાજસ્થાનમાં સંતાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બાતમીના આધારે અશોક જૈનને ઝડપી પાડવા માટે પોલીસની એક ટીમ રાજસ્થાનમાં તપાસ કરી રહી છે. તેમજ પોલીસે અશોક જૈનના પુત્રના મિત્રને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે બોલાવ્યો હતો.
જાે કે, ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા પી.સી.બી. તેમજ જૂનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જૂનાગઢના જવાહર રોડ પર વિશાલ કોમ્પલક્ષ પાસેથી રાજુ ભટ્ટને ઝડપી પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક પછી એક ધડાકા થઈ રહ્યા છે. જે ફ્લેટમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરાયુ હતું, તે ફ્લેટનો ઉપયોગ હની ટ્રેપ માટે થતો હોવાનો ખુલાસો થયો છે. આ ફ્લેટનો ઉપયોગ અશોક જૈન ઈન્કમ ટેક્સના અધિકારીઓને ખુશ રાખવા માટે કરતો હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.HS