પત્ની સાથે અપ્રાકૃતિક રીતે સંબંધ બનાવવો તે જઘન્ય અપરાઘ, સુપ્રીમ

નવીદિલ્હી, પત્ની સાથે બળજબરી પૂર્વક અપ્રાકૃતિક સંબંધ બનાવવા માટે એક મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સોમવારે દેશની સૌથી મોટી અદાલતે કહ્યુ કે, પતિનું પત્ની સાથે બળજબરીપૂર્વક અપ્રાકૃતિક સેક્સ કરવું એક જઘન્ય અપરાઘ છે. ખાસ કરીને ત્યારે જ્યારે આ પત્નીનું આત્મહત્યા કરવાનું કારણ બન્યુ હોય.
આવું કહેતા સુપ્રીમ કોર્ટે તે વ્યક્તિને જામીન આપવાની ના પાડી દીધી હતી જે દહેજ ઉત્પીડન, ઘરેલૂ હિંસા અને રેપના આરોપમાં બે વર્ષથી જેલમાં છે.વર્ષ ૨૦૧૯માં હરિયાણાના ભિવાની જિલ્લામાં પીડિતાના ભાઈએ આઈપીસીની કલમ ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૭૭ અને ૩૦૬ અંતર્ગત સદર પોલીસ સ્ટેશનમા એક પરિયાદ નોઁધાવી હતી.
ચીફ જસ્ટિસ એનવી રમન અને જસ્ટિસ સૂર્ય કાંત અને હિમા કોહલીની બેંચે પીજિતાના પતિ પ્રદીપને જામીન આપવાની મનાઈ કરી દીધી હતી, જેમાં પત્નીના પરિવારવાળા દહેજની માગ પુરી ન કરવા પર કથિત રીતે તેની સાથે બળજબરી પૂર્વક અપ્રાકૃતિક સેક્સ કરીને તેને પ્રતાડિત કરતો હતો.
સીજેઆઈની આગેવાનીવાળી બેંચે કહ્યુ કે, સેક્શન ૩૭૭ એક ખૂબ જ ગંભીર ગુનો છે અને આરોપી પતિ તપાસ ચાલુ હોવા સમયે કોઈ પણ પ્રકારની ઉદારતાને પાત્ર નથી. બેંચે કહ્યુ કે, અમે નથી જાણતા કે પોલીસ શું કરી રહી છે. આપે દહેજ માગવાનું શરૂ કરી દીધુ, ત્યારે સામેવાળા તેને પુરી કરી શક્યા નહીં.
તો પતિએ પત્નીને હેરાન કરવાનું શરૂ કર્યું. તેની પ્રાઈવેટ તસ્વીર અને વીડિયો સો. મીડિયા પર નાખી દીધી. બાદમાં પતિએ પત્ની સાથે અપ્રાકૃતિક રીતે સંબંધ બનાવ્યો, બાદમાં પીડિતાએ આત્મહત્યા કરી લીધી.
ત્યારે આવા સમયે પતિ કોઈ પણ રીતે દયાને પાત્ર નથી. કારણ કે આ એક જઘન્ય અપરાઘ છે.જ્યારે અરજીકર્તાના વકીલે કહ્યુ કે, આરોપી વ્યક્તિ સરકારી કર્મચારી છે અને જાે તેને બેલ ન મળી તો, નોકરી જઈ શકે છે. જેના પર બેંચે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું- આ ઠીક રહેશે. જાે આવા લોકોની નોકરી જતી રહે, સારૂ રહેશે કે આપ જેલમાં જ રહો.HS