Western Times News

Gujarati News

જસ્ટિસ ડી.એ. મહેતા કમિશન રિપોર્ટ, શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ પોતે જ જવાબદાર

ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ગૃહમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ તેમજ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ મુદ્દે જસ્ટિસ ડી.એ મહેતા તપાસ પંચનો કુલ ૨૧૬ પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. જસ્ટિસ ડી.એ. મહેતા કમિશનના રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ એનું મેનેજમેન્ટ જ જવાબદાર છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે એ બહાર જાય તેવી કોઇ જ વ્યવસ્થા ન હોતી. બારીઓ પણ સ્ક્રૂ મારીને બંધ કરી દેવામાં આવી હતી જેથી આગ હોસ્પિટલની અંદર જ રહી ગઇ.  સ્મોક-ડિટેક્ટર હતા નહીં, કે ન હોતા ફાયર એલાર્મ તેમજ ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ આપવામાં ન હોતી આવી.

જેથી આ આગ લાગવા પાછળ તપાસ પંચે હોસ્પિટલના મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. મહત્વનું છે કે,શ્રેય હોસ્પિટલમાં જે ફાયર સેફ્ટીના સાધનો હતાં તે ૧૩ વર્ષ જૂના હતાં જેના કારણે આ આગ લાગી હતી. આ સિસ્ટમ દર પાંચ વર્ષે એક્સપાયર થાય છે, જેથી એક્સપાયરીની અંતિમ તારીખ કરતાં પણ ૧૦ વર્ષ જૂની સિસ્ટમને કારણે આ આગ લાગી હતી.

ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હતી. સ્ટારટિંગ પોઇન્ટ પાસે ખૂબ જ ભયાનક આગ હતી. આગ ઓક્સિજન સપ્લાયથી પ્રસરી હતી. ૧૦૩ બેડની પાસે પ્રસરતા બીજા વેન્ટીલેટરમાં આગ લાગી હતી. સાથે વેન્ટીલેટર અને હ્યુમીડીફિર બંન્ને એકબીજા સાથે કનેક્ટ હતાં. ઓક્સિજન અને એરની પાઇપ પણ એકબીજા સાથે કનેક્ટ હોવાથી આગ વધુ પ્રસરી હતી.

આ સાથે ફાયર અને ઇમરજન્સી સર્વિસ માટે ૨૪ કલાક પૂરતો સ્ટાફ રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે. પંચે જણાવ્યું કે, ફાયર સેફ્ટીના સાધનો માટે તમામ નિયમોની અમલવારી જરૂરી છે. તપાસ પંચે જણાવ્યું કે ગેરકાયદેસર બાંધકામને મંજૂરી ન આપવી જાેઇએ. જસ્ટિસ મહેતા તપાસ પંચે રિપોર્ટમાં વર્ષ ૧૯૪૯ ગુજરાત નર્સિંગ રજિસ્ટ્રી એક્ટનું પાલન ન થતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો. આગની દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને સહાય મુદ્દે તપાસ પંચે મહત્વપૂર્ણ ભલામણ કરી.

પંચે જણાવ્યું કે સહાયના નાણાં સરકાર કે કરદાતાએ ન ચૂકવવા જાેઇએ. જે-તે હોસ્પિટલે સહાયના નાણાં ચૂકવવા જાેઇએ. રિપોર્ટમાં મેડિકલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલ માટે પણ ભલામણ કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.