Western Times News

Gujarati News

ગુલ્લીબાજ શિક્ષકથી વિદ્યાર્થીઓનું ભણતર જાેખમાયું

ઇટવા પ્રાથમીક શાળાના સાયન્સ શિક્ષકની બદલી કરવા અરવલ્લી કલેકટરને રજુઆત

(પ્રતિનિધિ) ભિલોડા, ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સાથે શિક્ષકોની અનિયમિતતા અંગે વ્યાપક ફરિયાદો થતી હોય છે. અરવલ્લી જીલ્લામાં પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો અનિયમિત અને સમયસર શાળાએ ન પહોંચતા હોવાની બૂમો સતત ઉઠી રહી છે

અંતરિયાળ વિસ્તારોમાં ગુલ્લીબાજ શિક્ષકો વારંવાર ગુલ્લી મારવામાં માહેર છે ગુલ્લીબાજ શિક્ષકો અંગે વાલીઓ-વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ આચાર્ય સહીત સ્થાનિક તંત્રની ગોઠવણના કારણે આવા ગુલ્લીબાજ શિક્ષકોને જલસા પડી જાય છે.

મેઘરજ તાલુકાના ઇટવા પ્રાથમીક શાળા.નં-૧ માં ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદ શાંતીલાલ ભટ્ટ વારંવાર ગેરહાજર રહેતા શાળામાં અભ્યાસ કરતા બાળકોનો અભ્યાસ બગડતા જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ કનુભાઈ માનતે જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી શિક્ષકની બદલી કરી જીલ્લા પંચાયય સંલગ્ન કચેરીમાં નીચા ગ્રેડ પે ઓફિસમાં પટાવાળા કે ક્લાર્ક તરીકે મુકવામાં આવેની માંગ કરી છે

મેઘરજ તાલુકાના ટ્રાયબલ અને રાજસ્થાન બોર્ડર પર આવેલી ઇટવા પ્રાથમિક શાળા.નં-૧ માં ૧૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

શાળામા મુખ્ય વિષયના શિક્ષક હર્ષદભાઈ શાંતિલાલ ભાઈ સતત ગેરહાજર રહેતા હોવાથી તાલુકા શિક્ષણાધિકારીએ નોટીસ આપી હોવા છતાં અનિયમીત રહેતા ગ્રામજનો અને એસએમસી કમીટી દ્વારા રજુઆત જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ મનાતને કરતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય ન બને તે માટે જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.