Western Times News

Gujarati News

પાલનપુરના એરોમા સર્કલ પાસેથી ૨૬,૦૦,૦૦૦ નું મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ થી રાજસ્થાન તરફ જઇ રહેલી લક્ઝરી બસ માંથી મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ સાથે બે ઇસમોને એસ.ઓ.જી પાલનપુરે ઝડપ્યા

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) પાલનપુર શહેરના એરોમા સર્કલ પાસેથી અમદાવાદથી રાજસ્થાન તરફ જઇ રહેલી લક્ઝરી બસ માંથી મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ સાથે બે ઇસમોને પાલનપુર એસઓજી પોલીસે ઝડપી લીધા હતા અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે.ના એરોમા સર્કલ પાસે થી મેફેડ્રોન ( એમ.ડી ) ૨૬૦ ગ્રામ કિ.રૂ .૨૬,૦૦,૦૦૦ નો જથ્થો ર્જીંય્ પાલનપુરે ઝડપી લીધો હતો જેમાં પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડરરેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલ બનાસકાંઠા પાલનપુરનાઓએ  ગુનાઓ શોધી કાઢવા કરેલ સૂચના આધારે એસ.ઓ.જી.પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.ગઢવી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ઝાલા તેમજ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ઝાલાને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે પાલનપુર એરોમા સર્કલ ખાતે અમદાવાદ થી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરતા આરોપી ( ૧ ) ગોરખારામ ખેંગારરામ ફુલારામ જાતે જાટ રહે.બાસડાઉ તા.ચૌહટન જી.બાડમેર અને

( ૨ ) જાેગારામ ગુમનારામ વિરધારામ જાતે જાટ રહે.ઇસરોલ તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાન વાળા પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ( એમ.ડી ) ૨૬૦ ગ્રામ કિ.રૂ. ૨૬,૦૦,૦૦૦ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ .૨૬,૩૩,૩ ૨૦ સાથે મળી આવેલ હોય તેઓ વિરુધ્ધમાં પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે . ખાતે દ્ગડ્ઢઁજી એકટ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.