ડાન્સ પ્લસમાં નીરજ ચોપરાએ શક્તિ મોહનને પ્રપોઝ કર્યું
મુંબઈ, ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦મા જેવલિનમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા દરેક જગ્યાએ છવાયેલો છે. નીરજ ચોપરા નેશનલ ક્રશ બની ગયો છે અને લાખો યુવતીઓ તેના પર ફિદા છે. હાલમાં જ ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ ૬’નો મહેમાન બન્યો હતો.
ડાન્સ પ્લસ ૬ના હોસ્ટ રાઘવ જુયાલ અવારનવાર શક્તિ મોહન સાથે ફ્લર્ટ કરતો જાેવા મળે છે, આ વાતને લઈને બંને વચ્ચે મીઠો ઝઘડો થતો રહે છે. બંનેની બોન્ડિંગ અને કેમેસ્ટ્રીને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
જાે કે, શોના મહેમાન બનેલા નીરજ ચોપરાએ એવું કંઈક કરી દીધું કે રાઘવ જુયાલને આંચકો લાગ્યો હતો. શો દરમિયાન શક્તિ મોહને નીરજ ચોપરાને કહ્યું હતું કે, રાઘવ જુયાલ હરકતો એવી કરે છે કે તેનાથી છોકરી પટતી નથી. નીરજ ચોપરા સ્ટેજ પર આવ્યો હતો અને શક્તિ મોહને તેનો હાથ પકડવા માટે કહ્યું હતું.
જાે કે, નીરજ ચોપરાએ શરમાઈને ના પાડી દીધી હતી. નીરજ ચોપરાએ શક્તિ મોહનને પ્રપોઝ કરતા કહ્યું હતું કે ‘મારા જીવનમાં સૌથી મહત્વનું જેવલીન છે. મને એટલુ જમવાનું પણ આવડતું નથી. હું ટાઈમ પણ આપી શકીશ નહીં’, તો શક્તિ મોહને કહ્યું હતું પછી તો મારા જીવનમાં પણ સૌથી વધારે મહત્વનું જેવલિન થઈ જશે’. આ દરમિયાન રાઘવ જુયાલના એક્સપ્રેશન જાેવા જેવા હતા.
પોતાની વાતોથી બધાને હસાવતો રહેતો રાઘવ જુયાલ અહીંયા પણ શાંતિથી ન બેઠો અને નીરજ ચોપરાને કહ્યું હતું ‘તમે ખોટી જગ્યાએ જેવલિન ફેંક્યું છે. આ સાંભળીને બધા હસવા લાગ્યા હતા. ડાન્સ પ્લસ ૬ના અપકમિંગ એપિસોડમાં ત્રણેય મેન્ટર અને રાઘવ જુયાલ સાથે નીરજ ચોપરા સોન્ગ ઈશ્ક તેરા તડપાવે પર ડાન્સ કરતો પણ જાેવા મળશે.
ડાન્સ પ્લસ ૬ની વાત કરીએ તો, હાલ તે ઓટીટી પ્લેટફોર્મ પર લોન્ચ થયો છે. જેના મેન્ટર શક્તિ મોહન, પુનિત પાઠક અને સલમાન યુસુફ ખાન છે. ધર્મેશ યેલાંડે હાલ ‘ડાન્સ દીવાને’માં વ્યસ્ત હોવાથી સલમાને તેને રિપ્લેસ કર્યો છે.SSS