Western Times News

Gujarati News

હોસ્પિટલમાં એડમીટ ઇન્ઝમામ ઉલ હક માટે સચિન તેંદુલકરે સંદેશ મોકલ્યો

મુંબઇ, પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકને હાર્ટ એટેક આવ્યો છે. સોમવારે ઇન્ઝમામ ઉલ હકને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી.

ત્યારે સચિન તેંદુલકરે પોતાના ફ્રેન્ડ ઇન્ઝમામ ઉલ હકને ટ્‌વીટ કરીને સંદેશો મોકલ્યો હતો. સચિને લખ્યું હતું કે, તમારું સ્વાસ્થ્ય જલદી સારું થઈ જાય ઇન્ઝમામ, હું એ જ ઇચ્છું છું. તમે હંમેશાંથી એક શાંત પરંતુ જબરદસ્ત અને મેદાન પર ફાઇટર રહ્યા છે. હું આશા અને પ્રાર્થના કરું છું કે, આ સ્થિતિમાં પણ તમે મજબૂત થઇને બહાર આવશો. જલદી જ ઠીક થઈ જાવ.

પાકિસ્તાનના ઘણા ક્રિકેટર્સે ઇન્ઝમામ ઉલ હકને લઈને ટ્‌વીટ કર્યું છે અને તે જલ્દી સાજાે થાય એવી કામના કરી છે. ૫૧ વર્ષીય ઇન્ઝમામ ઉલ હકની ગણતરી પાકિસ્તાનના ઓલ ટાઇમ ગ્રેટ પ્લેયર્સમાં થાય છે. ઇન્ઝમામ ઉલ હકના નામ પર વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન માટે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે. ઇન્ઝમામ ઉલ હકે કુલ ૩૭૫ વન-ડે મેચમાં પાકિસ્તાન માટે ૧૧,૭૦૧ રન બનાવ્યા છે.

ટેસ્ટ મેચની વાત કરીએ તો ઇન્ઝમામ ઉલ હકનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તેણે ૧૧૯ મેચમાં લગભગ ૮૮૨૯ રન બનાવ્યા છે. ઇન્ઝમામ ઉલ હક લાંબા સમય સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન રહ્યો. રિટાયર્મેન્ટ બાદ તેણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચના રૂપમાં પણ કામ કર્યું. ભારતમાં પણ ઇન્ઝમામ ઉલ હક ઘણો લાઇમલાઇટમાં રહ્યો છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૩૫ સદી મારી છે. તેમાંથી ૨૫ ટેસ્ટ સદી અને ૧૦ વન-ડે સદી છે. તેણે પાકિસ્તાન ટીમ માટે એક ્‌૨૦ મેચ પણ રમી છે.

ઇન્ઝમામ ઉલ હકે વર્ષ ૨૦૦૭માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ત્યારબાદ પણ તે લાંબા સમયસુધી પાકિસ્તાન ક્રિકેટ સાથે જાેડાયેલો રહ્યો. તે પહેલા ટીમનો બેટિંગ કન્સલ્ટન્ટ બન્યો અને પછી વર્ષ ૨૦૧૬-૨૦૧૯ સુધી ચીફ સિલેક્ટર રહ્યો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.