આ કંપનીએ લોન્ચ કર્યુ, 12 કલાક સુધી કફમાં રાહત આપતું કફસીરપ
દવાને સતત રિલીઝ કરે તેવી પોલિસ્ટાઇરેક્સ ટેકનોલોજીનો ઉપયોગ
મુંબઈ, સન ફાર્માએ ભારતમાં કફ મટાડતી ફોર્મ્યુલેશન Chericof12 (Dextromethorphan Hydrobromide30 mg and Chlorpheniramine Maleate4 mg) લોંચ કરી છે. ભારતની આ પ્રથમ પ્રિસ્ક્રીપ્શન કફ સિરપ છે, જે 12 કલાક સુધી રાહત આપે છે. સતત ડ્રગ રિલીઝ કરતી પોલિસ્ટાઇરેક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આ દવા છ વર્ષથી ઉપરની વયના દર્દીઓ માટે માન્ય છે.
તમામ કફ સીરપ સામાન્ય રીતે છથી આઠ કલાક માટે રાહત આપે છે, તેથી દર્દીએ દિવસમાં ત્રણ-ચાર વાર ડોઝ લેવા પડે છે. વારંવાર ડોઝ લેવાથી દર્દીને અગવડતા પડે છે, નિયમિત લઈ શકાતી નથી, તેથી દવાની અસરકારકતા રહેતી નથી અને દૈનિક જીવનશૈલી પર અસર પડે છે.
એક અભ્યાસ પ્રમાણે ડોઝની સંખ્યા પ્રમાણે દર્દીમાં પ્રમાણમાં વધુ અસરકારકતા જોવા મળે છે. દિવસમાં બે ડોઝ લેવાથી 70 ટકા દર્દીઓ, ત્રણ ડોઝ લેવાથી 52 ટકા દર્દીઓ અને ચાર ડોઝ લેવાથી 42 ટકા દર્દીઓમાં સારી પૂર્તતા જોવા મળી હતી. આમ, ડોઝની સંખ્યા અને વધુ સારી પૂર્તતા વચ્ચે સંબંધ છ1.
Chericof® 12 માં ઉપયોગમાં લેવાતી પોલિસ્ટાઇરેક્સ ટેકનોલોજી શરીરમાં સતત દવા પૂરી પાડે છે તેથી દિવસમાં બે વાર ડોઝ લેવાથી દર્દીને 12 કલાક સુધી રાહત મળે છે.
સન ફાર્માના સીઇઓ (ઇન્ડિયા બિઝનેસ) કિર્તી ગાનોર્કરે જણાવ્યું હતું કે, “સન ફાર્મામાં અમે હંમેશા અમારા દર્દીઓને સગવડતા વધારે અથવા તેમની સમસ્યા ઉકેલે તેવી વૈવિધ્યસભર દવાઓ પૂરી પાડવા પ્રયાસ કરીએ છીએ
અને એ રીતે તેમની બિમારીની સારી રીતે સારવાર કરવામાં મદદ કરીએ છીએ. Chericof® 12 માં ઉપયોગમાં લેવાતી પોલિસ્ટાઇરેક્સ ટેકનોલોજી દર્દીની પૂર્તતા સુધારવામાં મદદ કરે છે અને વારંવાર ડોઝ લેવાની જરૂર નથી રહેતી.”
પોલિસ્ટારેક્સ ટેકનોલોજીમાં બે ડ્રગ્ઝ Dextromethorphan Hydrobromide અને Chlorpheniramine maleate with resinsનું મિશ્રણ હોય છે. Chericof® 12 બનાવવા માટે આ બંને ડ્રગ્ઝને સસ્પેન્શનમાં ઉમેરવામાં આવે છે. પોલિસ્ટારેક્સ સાથેના કમ્પ્લેક્સેશનથી દવા સતત રિલીઝ થાય છે એટલું જ નહીં, કડવાશ ઘટે છે અને સ્વાદ સારો રહે છે. Chericof® 12 એ પ્રિસ્ક્રિપ્શન પ્રોડક્ટ છે અને તેને ડોક્ટરની સલાહથી જ લેવી જોઇએ