Western Times News

Gujarati News

21 ફૂટ ઉંચો અશોક સ્તંભ લગાવાશે: 2022માં નવી સંસદ તૈયાર હશે

નવી દિલ્હી, નવી દિલ્હીમાં બની રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવા સંસદ ભવનનુ નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. સરકારનો દાવો છે કે, 2022માં શિયાળુ સત્ર નવી સંસદમાં આયોજિત થશે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે સંસદની ઈમારત અત્યાધુનિક જ નહીં પણ સૌથી હાઈટેક પણ હશે. જેમાં ભારતીય સંસ્કૃતિ અને મુલ્યોની ઝલક મળશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ અમેરિકાથી પાછા ફર્યા બાદ બાંધકામ સાઈટનુ નિરિક્ષણ કર્યુ હતુ.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની માંગ ઘણા વર્ષોથી થઈ રહી છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોની હાલની ઈમારતો બહુ જુની થઈ ગયી છે. સંસદ ભવનમાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. એટલે 2019માં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી અપાઈ હતી. જેમાં નવી સંસદ, એવેન્યૂ, 51 મંત્રાલયો માટે રાજપથની બંને તરફ 10 બહુમાળી ઈમારતો, પીએમ નિવાસ તેમજ પીએમઓ બનવાના છે.

આ પૈકી સૌથી પહેલુ નિર્માણ સંસદનુ અને એ પછી સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂનુ થશે. સંસદ માટે ટાટા પ્રોજેક્ટ લિમિટેડને 862 કરોડનુ ટેન્ડર અપાયુ છે. આ સંસદ 2022માં કાર્યરત થઈ જશે. નવા સંસદ ભવનની વિશેષતા આ પ્રમાણે હશે.

ત્રિકોણીયો આકાર, ચાર માળની ઈમારત, લોઅર અને અપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બીજા બે ફ્લોર હશે, સંસદમાં સંવિધાન હોલ, સેન્ટ્રલ લોન્જ, લાઈબ્રેરીનો પણ સમાવેશ થશે, 65000 ચોરસ મીટરનુ કુલ બાંધકામ, 13625 ક્યુબિક મીટરનુ ક્રોંકિટ વર્ક થશે, 22000 મેટ્રીક ટન રિએન્ફોર્સમેન્ટ થશે, 54000 ચોરસ મીટરનુ પથ્થરોનુ કામ,  62000 ચોરસ મીટરનુ ફ્લોરિંગ, 43000 ચોરસ મીટરમાં ફોલ સિલિંગ હશે.

સંસદની સૌથી ઉપર 21 ફૂટ ઉંચો અશોક સ્તંભ લગાવાશે. 35679 મેટ્રિક ટન સિમેન્ટનો પ્રોજેક્ટ માટે ઉપયોગ અને 18841 મેટ્રિક ટન સ્ટીલનો વપરાશ, 4800 શ્રમજીવીઓ સંસદ માટે કામ કરી રહ્યા છે. તમામનુ વેક્સીનેશન કરાયુ છે

સંસદ માટે નાગપુરમાં ટીકવૂડ, સિરમથુરામાં સેન્ડસ્ટોન, મિરઝાપુરમાં કારપેટ, અગરતલામાં વાંસનુ, રાજસ્થાનના રાજનગરમાં પથ્થરોની જાળીનુ, ઈન્દોરમાં અશોકચક્રનુ, ઔરંગાબાદમાં અશોક સ્તંભનુ અને મુંબઈમાં ફર્નિચરનુ કામ ચાલી રહ્યુ છે.

સેન્ટ્રલ વિસ્ટારમાં રાષ્ટ્રપતિ ભવન સાથે જ પીએમ ઓફિસ હશે. તેની પાછળ પીએમ આવાસ હશે. ઓફિસ અને ઘરની વચ્ચે અંદરથી જ અવર જવરની વ્યવસ્થા હશે.

નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકને મ્યુઝિયમમાં ફેરવી નંખાશે. રાજપથની બંને તરફ બહુમાળી ઈમારતોમાં 51 મંત્રાલયોની ઓફિસો તમામ ઓફિસો અને ફર્નિચર એક સરખુ હશે. સામાન્ય માણસો માટે પણ વધારે જગ્યા ફાળવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.