ખોટી રીતે જમીનની ફાળવણી: સૌરભ ગાંગુલી પર દંડ લગાવાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Saura-ganguli.jpg)
કોલકતા, કોલકતા હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળ હાઉસિંગ ઇફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન(એચઆઇડીસીઓ) તરફથી એક શૈક્ષણિક સંસ્થાનની સ્થાપના માટે જમીન ફાળવણીને રદ કરી દીધી.
હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ન્યાયમૂર્તિ અરિજીત બેનર્જીની ખંડપીઠે ફાળવણીની પ્રક્રિયા દરમિયાન હિડકોના આચરણ પર સખ્ત વાંધો ઉઠાવ્યો કોર્ટે કહ્યું કે એવી પ્રતીત થાય છે કે ગાંગુલી શરતોને નિર્ધારિત કરવામાં સક્ષમ હતાં. આ એવો મામલો નથી જયાં રાજય પોતાની સંપત્તિથી ઉકેલી રહ્યું છે તેને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જાેઇતુ હતું.તેનાથી ખબર પડે છે કે પ્રમાણિકતાની તપાસ કર્યા વિના જ ફાળવણીની પ્રક્રિયા અપનાવવામાં આવી કોર્ટે કહ્યું કે ગાંગુલી સિસ્ટમની સાથે ખેલવામાં સક્ષમ છે તે પણ પહેલીવાર નહીં.
આદેશમાં કોર્ટે કહ્યું કે આ એક એવો મામલો હતો જેમાં પ્રતિવાદી સિસ્ટમની સાથે ખેલવામાં સક્ષમ છે તેમણે આંખો બંધ કરી જમીન ફાળવણી કરવાનો નિર્ણય કરી લીધો જેમ કે આ રાજયની સંપત્તિ નહીં પરંતુ ખાનગી લિમિટેડ કંપનીની હોય તેનાથી તે સંપત્તિનો ઉકેલ કરવાની મંજુરી હોય.
જાે કે કોર્ટે એ પણ કહ્યું કે ચોક્કસપણે ગાંગુલીએ ક્રિકેટમાં દેશ માટે મોટી ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે અને દેશ હંમેશા પોતાના ખેલાડીઓની સાથે ઉભો રહ્યો છે ખાસ કરીને જે આંતરરાષ્ટ્રીય આયોજનોમાં દેશનું પ્રતિનિધિત્વ કરે છે .
પરંતુ જયારે કાનુનની વાત આવે છે તો અમારી બંધારણીય યોજના એ છે કે તમામ લોકો સમાન છે અને કોઇ પણ વિશિષ્ટ હોવાનો દાવો કરી શકે નહીં કોર્ટે કહ્યું કે જાે ગાંગુલી ખેલના વિકાસમાં રસ દાખલે છે ખાસ કરીને ક્રિકેટ તો તે ઉભરતા ક્રિકેટરોને પ્રેરિત કરવા માટે અનેક વર્તમાન ખેલ પ્રતિષ્ઠાનોથી જાેડાઇ શકતા હતાં.
કોર્ટે સત્તાનો મનમાની રીતે કેસ કરવા માટે રાજય અને હિડકો પર પ્રત્યેક ઉપર ૫૦,૦૦૦ રૂપિયા તથા ગાંગુલી અને તેના ફાઉડેશન ઉપર ૧૦,૦૦૦ રૂપિયાનો ટોકન દંડ લગાવ્યો છે. કોર્ટે કહ્યું કે તેણે કાનુન અનુસાર કામ કરવુ જાેઇતું હતું.HS