વોડા ફોન અને એરટેલને રૂપિયા ૩૦૫૦ કરોડ નો દંડ ભરવા આદેશ
મુંબઇ, ટેલિકોમ ખાતા દ્વારા વોડા ફોન અને એરટેલ કંપનીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બંને કંપનીઓને કુલ રૂપિયા ૩૦૫૦ કરોડની દંડની રકમ ભરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.આ બંને કંપનીઓ પર એવો આરોપ છે કે તેમણે લાયસન્સના નિયમોનો ભંગ કર્યો છે અને અન્ય કેટલાક પ્રસ્થાપિત નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે અને તેના માટે એમણે ભારે દંડની રકમ ચૂકવવાની રહેશે નહિતર તેમની સામે કાર્યવાહી થશે.
આ બંને ટેલિકોમ કંપનીઓને ટેલિકોમ ખાતા દ્વારા ત્રણ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને તેની અંદર એમણે દંડની રકમ ભરી દેવાની રહેશે નહિતર સખત કાર્યવાહી શરુ કરી દેવામાં આવશે. ટેલીકોમ કંપનીઓને મનમાની કરવા દેવાની છૂટ હવે આપવામાં આવશે નહીં તેઓ સખત સંદેશ પણ તમામ કંપનીઓ ને આપી દેવામાં આવ્યો છે.
રિલાયન્સ જિયો ને ઇન્ટર કનેક્શન આપવામાં ઉપરોક્ત બંને કંપનીઓ દ્વારા કસુર કરવામાં આવ્યો છે અને એટલા માટે લાયસન્સ ના નિયમો નો ભંગ કરવા બદલ તેમને ભારે રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.નિયમોનો ભંગ કરવા બદલ એરટેલ કંપનીએ રૂપિયા ૧૦૫૦ કરોડ ભરવાના રહેશે જ્યારે વોડાફોન કંપનીએ રૂપિયા ૨૦૦૦ કરોડની દંડની રકમ ભરવાની રહેશે અને ત્રણ સપ્તાહની અંદર એમણે આ દંડની રકમ ભરી દેવાની રહેશે.HS