ચંદીગઢની હરનાઝ સંધૂ બની મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૧માં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે
નવીદિલ્હી, મિસ દિવા યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૧ના પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે. ચંદીગઢની ૨૧ વર્ષીય સુંદર યુવતી હરનાઝ સંધૂએ આ ખિતાબ પોતાના નામે કરી દીધો છે. હવે તે મિસ યુનિવર્સ ૨૦૨૧ સ્પર્ધામાં દેશનુ નેતૃત્વ કરશે. તમને જણાવી દઈએ કે મિસ યુનિવર્સ ૨૦૨૧ સ્પર્ધા આ વર્ષે ડિસેમ્બરમાં ઈઝરાયેલના ઈલિયટમાં આયોજિત કરવામાં આવશે.
ગયા વર્ષે મેક્સિકોની એંડ્રિયા મેજાએ બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૧ ફાઈનલ રાઉન્ડમાં ૬ સુંદરીઓએ ક્વૉલિફાઈ કર્યુ હતુ જેમાં અંકિતા સિંહ, દિવિતા રાય, હરનાઝ સંધૂ, રિતિકા ખતનાની, સોનલ કુકરેજા અને તારિણી કલિંગરાયરનુ નામ શામેલ હતુ પરંતુ બધાને પાછળ રાખીને હરનાઝ સંધૂએ મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૧નો ખિતાબ પોતાના નામે કરી લીધો. ૩૦ સપ્ટેમ્બરે આયોજિત એક ભવ્ય સમારંભમાં બૉલિવુડ અભિનેત્રી કૃતિ સેનને હરનાઝ સંધૂને તાજ પહેરાવ્યો.
ચંદીગઢ ૨૦૧૭નો ખિતાબ પંજાબની મૉડલ હરનાઝને એક્ટિંગ, સિંગિંગ, ડાંસિંગ, યોગા, સ્વિમિંગ, ઘોડેસવારી અને કુકિંગનો શોખ છે. તે આ પહેલા વર્ષ ૨૦૧૭માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ ૨૦૧૭નો ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે.
વળી, ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ ૨૦૧૯ પણ રહી ચૂકી છે અને તે પંજાબી ફિલ્મો યારા દિયા પૂબરન અને બાઈજી કુટ્ટુંગેમાં અભિનય પણ કરી ચૂકી છે.
તેણે ચંદીગઢની સરકારી ગર્લ્સ કૉલેજમાંથી અભ્યાસ કર્યો છે અને તે હાલમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી છે. પૂણેની રિતિકા ખતનાનીને મિસ દિવા સુપરનેશનલ ૨૦૨૨ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હવે તે મિસ સુપરનેશનલ પેજન્ટના ૧૩માં સંસ્કરણમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે.
જયપુરની સોનલ કુકરેજાને લાઇવ મિસ દિવા ફર્સ્ટ રનર અપ પસંદ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે સૌદર્ય સ્પર્ધાનુ આયોજન કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરીને કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં ૨૦ ફાઈનલિસ્ટોએ જાણીતા ફેશન ડિઝાઈનર અભિષેક શર્માના ડિઝાઈન કરેલા કપડા પહેર્યા હતા.HS