લગ્નના ૧૦ દિવસમાં દુલ્હન ૮ મહિનાની ગર્ભવતી નીકળી

Files Photo
બરેલી, ઉત્તર પ્રદેશના બરેલીમાં કિલાના સરાય મહોલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં લગ્ન બાદ દુલ્હન ૮ મહિનાની ગર્ભવતી નીકળી હતી. આ મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મંચી ગયો હતો. આ ઘટનામાં દુલ્હાના પરિવારના લોકોએ એસએસપીને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ એસપીએ તપાસના આદેશ આપ્યા હતા. યુવકે મહોલ્લાની યુવતી સાથે ૧૦ દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના બરેલીના કિલા નિવાસી યુવક ફુટવેરની દુકાનમાં કામ કરે છે.
મહોલ્લાની એક યુવતી સાથે તેણે ૧૦ દિવસ પહેલા લગ્ન કર્યા હતા. લગ્નના ૧૦ દિવસ બાદ યુવતીને પેટમાં જાેરદાર દુખાવો ઉપડ્યો હતો. જેના પગલે દુલ્હનની સારવાર માટે ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટરે જે વાત જણાવી એ સાંભળીને પરિવારજનોના પગ નીચેથી જમીન શરકી ગઈ હતી. નવીનવેલી દુલ્હી ૮ મહિનાની ગર્ભવતી હતી. આ જાણકારી મહોલ્લામાં આગની જેમ ફેલાઈ હતી.
વાત જાણીને કેટલાક લોકોનું કહેવું છે કે યુવક અને યુવતી સાથે પહેલાથી જ સંબંધ હતા. જાેકે યુવકનું કહેવું છે કે યુવતી સાથે તેનું કોઈ અફેર ન્હોતું.
યુવતીના ઘરના લોકોના દબાણ બનાવીને તેની સાથે લગ્ન કરાવી દીધા હતા. જ્યારે યુવતી લગ્ન કરીને ઘરે આવી તો તેને જાણવા મળ્યું કે તે આઠ મહિનાની ગર્ભવતી હતી. ત્યારબાદ પરિવારમાં હંગામો મચી ગયો હતો. જ્યારે દુલ્હા પક્ષનું કહેવું છે કે યુવતીનું લખનૌમાં રહેતી બહેનના દિયર સાથે સંબંધ હતા.
અને આ બાળક તેનું જ છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ પરિવારજનોએ જબરદસ્તીથી મારી સાથે લગ્ન કરાવી દીધા હતા. યુવતી પ્રેમી સાથે લગ્ન કરવાની જીદમાં આત્મહત્યાની કોશિશ કરી ચુકી છે.
પરંતુ ઘરના લોકોએ તેના પ્રેમીને કહ્યું કે તેની સાથે લગ્ન કરવા માંગતી નથી. જેના કારણે તેણે મારી સાથે લગ્ન કરી લીધા. અમે તેની ફરિયાદ પોલીસ આપી છે. પોલીસ અધિકારીઓ તપાસ કરવાની વાત કરી છે અને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે દુલ્હનનું મેડિકલ પરીક્ષણ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારબાદ સચ્ચાઈ જાણી શકાશે.SSS