Western Times News

Gujarati News

આસુસે તહેવારની સીઝન પહેલાં OLED ટેક્નોલોજી સાથે VivoBook સીરિઝ લોંચ કરી

તાઇવાનની ટેક દિગ્ગજ ASUSએ ઓલ ન્યુ Vivo Book K15 OLEDના લોંચ સાથે આજે તેના કન્ઝ્યુમર લેપટોપ પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે. ભારતમાં આસુસનું આ પ્રથમ OLED ડિસ્પ્લે સાથે VivoBook લાઇન-અપ છે, જે વાજબી મૂલ્યે રજૂઆત સાથે જનતાના વિશાળ સમૂહને OLED વધુ સુલભ બનાવવાની બ્રાન્ડની કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે.

જનરેશન ઝેડ યુઝર્સ માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલું ઓલ ન્યુ VivobookK15 OLED ફેક્ટરના પારંપરિક સ્વરૂપને દૂર કરીને અનોખી ડિઝાઇન ધરાવે છે, જે આજના યુવાનોના વિચારો અને અભિગમને પ્રતિબિંબિત કરતી થીમથી પ્રેરિત છે. ASUS તેના ગ્રાહકોના ઓન-સ્ક્રીન એક્સપિરિયન્સમાં વધારો કરીને તહેવારોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

નવી Vivobook સીરિઝ નવીન 11th Generation Intel® Core™ પ્રોસેસર સાથે ઇટેલ આઇરિસ Xe ગ્રાફિક્સ અને ચાર સીપીયુ વેરિઅન્ટ્સ- ઇન્ટેલ આઇ3, ઇન્ટેલ આઇ5, ઇન્ટેલ આઇ7 અને એએમડી આર5 ધરાવે છે. આ લેપટોપ ગ્રાહકોની તમામ પ્રકારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે, જે 15.6 ઇંચ ફુલ એચડી OLED પેનલ, થ્રી-સાઇડેડ નેનો એજ ડિસ્પ્લે, 5.75 એમએમ બેઝલ અને 84 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો વાજબી મૂલ્યમાં ઉપલબ્ધ છે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં આસુસ ઇન્ડિયાના સિસ્ટમ બિઝનેસ ગ્રૂપ, કન્ઝ્યુમર એન્ડ ગેમિંગ પીસીના બિઝનેસ હેડ આર્નોલ્ડ સુ એ કહ્યું હતું કે, આસુસ મોટી સંખ્યામાં લોકો માટે ઉપલબ્ધ ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ ઇનોવેશન માટે કટીબદ્ધ છે. પહેલીવાર OLED ડિસ્પ્લે સાથે Vivobook લોંચ કરતાં અમે ગ્રાહકો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત OLED વાસ્તવિક બનાવવાની અમારી ખાતરી પૂર્ણ કરીએ છીએ.

આસુસની બીજી કન્ઝ્યુમર લાઇનઅપની માફક VivoBook K15 OLED પણ ઉંડાણપૂર્વકના સંશોધન અને ટોપ-નોચ ટેક્નોલોજીનું પરિણામ છે. અમને ખાતરી છે કે નવી લાઇનઅપ તહેવારોની સીઝન પહેલાં ગ્રાહકોની ઉજવણીમાં વધારો કરશે તથા તેમને વર્ક ટુ પ્લેમાં સરળતાથી ટ્રાન્સફોર્મ થઇને તેમની ઉત્પાદકતામાં વધારો કરવામાં મદદ મળશે.

આ પ્રોડક્ટ 3 ઓક્ટોબરથી શરૂ થતાં ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલમાં ઉપલબ્ધબનશે, જ્યાં આ સમયગાળામાં તે ખાસ કિંમતે ઓફર થશે. ફ્લિપકાર્ટ પ્લસ સદસ્યો પાસે 2 ઓક્ટોબરથી આકર્ષક રેન્જની વહેલી એક્સેસ રહેશે. પસંદગીના મોડલ આસુસ ઓફલાઇન રિટેઇલ પાર્ટનર્સ – આસુસ એક્સક્લુઝિવ સ્ટોર્સ, આરઓજી સ્ટોર્સ, ક્રોમા, વિજય સેલ્સ, રિલાયન્સ ડિજિટલમાં પણ વેચવામાં આવશે.

જનરેશન ઝેડ માટે ડિઝાઇન

આસુસ VivoBook K15 OLED મલ્ટી કલર વિકલ્પો સાથે અનોખી ડિઝાઇન ઓફર કરે છે, જે યુવાનો માટે વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે. સંશોધન મૂજબ જનરેશન ઝેડ દેખાવને વધુ મહત્વ આપે છે તેથી લેપટોપની ડિઝાઇન અને કલર્સને ખાસ ધ્યાન અપાયું છે. ટાર્ગેટ ઓડિયન્સને આકર્ષવા માટે K15 OLED પારંપરિક ડિઝાઇનથી વિપરિત એવી થીમમાંથી પ્રેરણા લે છે કે જે આજના યુવાનોના વિચારો અને અભિગમને પ્રતિબિંબિત કરે છે.

આકર્ષક ડિસ્પ્લે અને સ્લિક ડિઝાઇન

VivoBook K15 OLED અલ્ટ્રાપોર્ટેબલ અને લાઇટવેઇટ ડિઝાઇન ધરાવે છે, જે વ્યક્તિની બેગમાં સરળતાથી મૂકીને અનુકૂળ રીતે સાથે રાખી શકાય છે. VivoBook K15 OLED અમેઝિંગ OLED નેનોએજ ડિસ્પ્લે ધરાવે છે, જે કોઇપણ બ્રાઇટનેસ લેવલ ઉપર ટ્રુ-ટુ-લાઇફ કલર્સની સાથે-સાથે ડીપ બ્લેક વાસ્તવિકતામાં વધારો કરે છે. તેનું PANTONE® ઉત્તમ કલર તેમજ સિનેમા-ગ્રેડ 100 ટકા ડીસીઆઇ-પી3 કલરનો સમૂહ ધરાવે છે.

તેનો અલ્ટ્રાફાસ્ટ રિપ્સોન્સ ટાઇમ બ્લર-ફ્રી મૂવીઝ અને ગેમ્સ સુનિશ્ચિત કરે છે તથા તેની લોવ બ્લુ-લાઇટ લેવલ આંખોની સારી કાળજી માટે TÜV Rheinland-સર્ટિફાઇડ છે. તેની થ્રી-સાઇડેડ નેનોએજ ડિઝાઇન સ્લીમ બેઝલ ધરાવે છે, જેનાતી સારા વ્યૂઇંગ એક્સપિરિયન્સ માટે 85 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો મળે છે અને તે ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પરફેક્ટ છે.

યુઝર્સને પાવર

અદ્યતન 11th generation Intel® Core™ પ્રોસેસર સાથે આસુસ VivoBook K15 OLED લાઇનઅપને ગ્રાહકો માટે એએમડી તથા ઇન્ટેલ વિકલ્પો સાથે સક્ષમ બનાવી રહ્યું છે. અગાઉના જનરેશનના પ્રોસેસર સાથે તુલનામાં 11th Gen Intel Core પ્રોસેસર્સ સારું કમ્યુટિંગ પર્ફોર્મન્સ આપે છે તથા 60 એફપીએસ સુધી એફએચડી ગેમપ્લે અને સારી બેટરી લાઇફ અને મોબિલિટીને સંભવ બનાવે છે. નવું પ્રોસેસર ઇન્ટેલ ડીપ લર્નિંગ બુસ્ટ એઆઇ એસ્સિલરેશન અને એવી1 મીડિયા એન્કોડિંગ અને ડિકોડિંગ ટેક્નોલોજી સાથે અદ્યતન રચનાત્મક વર્કફ્લોમાં ક્રાંતિ લાવે છે.

આસુસ ઇન્ટેલિજન્ટ પર્ફોર્મન્સ ટેક્નોલોજી (એઆઇપીટી)

નવી આસુસ VivoBook સીરિઝ આસુસ ઇન્ટેલિજન્ટ પર્ફોર્મન્સ ટેક્નોલોજી (એઆઇપીટી) ધરાવે છે, જે પર્ફોર્મન્સમાં સુધારો કરવા માટે પ્રોસેસરની પાવર લીમીટ વેલ્યુ 15થી18 વોટ કરે છે. એઆઇપીટી લોડિંગ સ્ટેટસ અને ટેમ્પરેચર મૂજબ પાવરનો વપરાશ બેજોડ રીતે એડજસ્ટ કરે છે, જેથી પાવરનો વપરાશ વધુ કાર્યક્ષમ રહે છે અને પરિણામે સરળ કામગીરી અને ઓછું તાપમાન જાળવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.