Western Times News

Gujarati News

પોરબંદરમાં મધરાત્રે અઢી કલાકના અંતરમાં બે થી વધુની તીવ્રતાના ભૂકંપના ત્રણ આંચકા

ગાંધીનગર, રાજયમાં છાસવારે ભૂકંપ આવ્યાની ઘટના બનતી હોય છે . જે અંતર્ગત પોરબંદરમાં મધરાત્રે અઢી કલાકના અંતરમાં બે થી વધુની તીવ્રતાના તીવ્રતાથી ત્રણ આંચકા ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે.ગઈકાલે રાત્રે ૧૨ઃ ૪૯ મિનિટે ૨.૪ ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પોરબંદર થી ૩૪ કિલોમીટર ઉત્તરે સાંખલાઆસપાસના વિસ્તારમાં જમીનની ૧૦ કિલોમીટર ઊંડાઈએ નોંધાયો હતો.

ગઈકાલે રાત્રે ૧૨ઃ ૪૯ મિનિટે ૨.૪ ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પોરબંદર થી ૩૪ કિલોમીટર ઉત્તરે સાંખલા આસપાસના વિસ્તારમાં જમીનની ૧૦ કિલોમીટર ઊંડાઈએ નોંધાયો હતો.તો ચાર મિનિટ બાદ રાત્રે ૧૨ઃ ૫૩ મિનિટે ૨ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પોરબંદરથી ૩૫ કિલોમીટર ઉત્તરે ખીરસરા ગામે જમીનની પંદર કિલોમીટર ઊંડાઈ નોંધાયો હતો.

રાતે ૨ઃ૨૭ મિનિટે ૨.૨ તીવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાવ્યો હતો જેનું એપી સેન્ટર પોરબંદર થી ૨૩ કિલોમીટર ઉત્તરે સુખપુર ગામે જમીનની ૨.૨ કિલો મીટર ઊંડાઈએ નોંધાયો હતો .

અઢી કલાકના સમયગાળામાં બેની ની તીવ્રતા થી વધુના ત્રણ ભૂકંપના આંચકા જાેકે ભર નિંદ્રામાં રહેલા લોકોને અનુભવાયા ન હતા પરંતુ પોરબંદર આસપાસના વિસ્તારોમાં આવેલા ત્રણ ભૂકંપના આંચકાઓ ને પગલે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.