દુનિયાએ આજે નહીં તો કાલે હોમિયોપેથીક હેઠળ સારવાર તરફ વળવું જ પડશે
આણંદ, કોરોના મહામારી દરમ્યાન ડો. કૃતિક શાહ દુનિયાના સૌથી પહેલા હોમિયોપેથીક ડોકટર છે જેમને ૧૦૦ વેબીનાર એટલે કે, ૧૦૦ ડિજિટલ સેમિનાર આપ્યા અને તેમની લોકપ્રિયતા દેશ- વિદેશમાં ખૂબ ફેલાઈ, તેનાથી પ્રેરણા લઈને આ ઈ-લર્નિંગ પ્રોગ્રામ તેમની ગુજરાત રાજયની સર્વપ્રથમ શ્રી સાંઈ હોમિયોપેથીક હોસ્પિટલની શૈક્ષણિક શાખા, સેમ્યુઅલ હેનીમેન એકેડેમીર ફોર હોમિયોપેથી- શાહ દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે.
આ કાર્યની અંદર ડો. કૃતિક શાહની ટીમ અને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને તેમની આખી ટીમે આ ઈ-લર્ન્િંાગ પ્રોગ્રામને સફળ બનાવવા અથાગ મહેનત કરી હતી. આ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ ડો. કૃતિક શાહે સાંસદ મિતેશભાઈ પટેલ (બકાભાઈ) માટે આભાર વ્યકત કરતા તેમનું સન્માન સમારોહ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ હતું.
તેમનું તથા આ કાર્યની સફળતા માટે જવાબદાર એવા લગભગ ૪૦ વ્યક્તિઓનું સન્માન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અખિલ ભારતીય સહબૌધીક ઉપપ્રમુખ સુનિલભાઈ મહેતા અને જનરલ સેક્રેટરી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, પશ્ચિમ વિભાગ હસમુખભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કૃતિક શાહ એવું દ્રઢપણે માને છે કે, આખી દુનિયાના દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો હોમિયોપેથીક વિજ્ઞાનની સારવાર લેવી જ પડશે, કાં તો સ્વેચ્છાથી કાં તો મજબુરીથી આખી દુનિયાને ક્યારેક ને ક્યારેક તો હોમિયોપેથી તરફ વળવું જ પડશેે.