મનરેગા કૌભાંડમાં થયેલા ભ્રષ્ટાચારનો કેસ હવે, સ્પેશિયલ ACB કોર્ટમાં ચાલશે
મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટનો હુકમ
લુણાવાડા, મહીસાગર જીલ્લાના ચાર તાલુકાઓમાં મનરેગાના પૂર્ણ થયેલ કામો રીઓપન કરી ગેરકાયદેસર રીતે સરકારી નાણાં ખોટી રીતે મળતીયા દ્વારા ગેરરીતિઓ આચરીને નાણાંકીય ઉચાપત સંદર્ભે પોલીસ ફરિયાદો થઈ હતી.
જે કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧) (ડી)નો ઉમેરો કરવા માટેની અરજી થતાં તે કલમનો ઉમેરો કરવા ચીફ જયુડીશીયલ કોર્ટે હુકમ કર્યો છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળની કલમનો ઉમેરો થતા કેસ હવે, સ્પેશ્યલ એસીબી કોર્ટમાં ચાલશે.
આ કેસના કારણે જે તે સમયે ભારે ખળભળાટ મચી ગયો હતો. લોકોમાં પણ અનેક તર્ક-વિતર્ક ઉઠયા હતા. જાેકે અંતે અદાલતના આદેશથી હવે આ કેસમાં કંઈક થશે તેવી લોકોમાં આશા બંધાઈ છે.
લુણાવાડા મનરેગા શાખામાં થયેલી ઉચાપત સંદર્ભમાં લુણાવાડા પોલીસ મથકમાં દાખલ થયેલ ગુનાની ચાર્જશીટ લુણાવાડક કોર્ટમાં રજુ થતાં સરકારી વકીલ યોગેશ એસ ગોસાઈને ધ્યાને આવેલ કે આ ગુનામાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની જાેગવાઈ હેઠળનો ગુનો બને છે.
જેથી સરકારી વકીલ આ અંગે પોલીસ મથકમાં દાખલ થયેલ ગુનામાં કોર્ટમાં રજુ થયેલ ચાર્જશીટમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧) (ડિ)ના ઉમેરો કરવા માટેની અરજી આપી હતી. જે અરજીના ટેકામાં સરકારી વકીલ ગોસાઈએ કાયદાની જાેગવાઈઓ તેમજ ગુજરાત સરકારનું નોટિફિકેશન
અને સુપ્રીમ કોર્ટને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓની ધારદાર રજુઆતો કરતા દલીલો ધ્યાને લઈ ને ગ્રાહય રાખીને લુણાવાડાના ચીફ જયુશિડિયલ મેજીસ્ટ્રેટ પી.સી. સોનીએ આ કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમનો ઉમેરો કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો હતો.