ખેડૂતોને થયેલ નુકસાન અને ખેડૂતની હત્યા મામલે કોંગ્રેસ કિસાન સમિતિ દ્વારા આવેદન અપાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા કોંગ્રેસ કિસાન સમિતિ દ્વારા જીલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિના પગલે થયેલ નુકસાન અને યુ.પીના લખીમ્પરખીરી રાજ્યના ગૃહમંત્રીના દીકરાએ ખેડૂતો પર ગાડી ચડાવી હત્યા મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા ભરૂચ કલેકટર કચેરી ખાતે આવી પહોંચી કચેરીના પગથિયે બેસીને આવેદન આપી જીલ્લાના ખેડૂતોને હવા પ્રદૂષણથી થયેલા નુકસાનને તથા અતિવૃષ્ટિ કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે.
ત્યારે સરકારે જાહેર કરેલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત તાત્કાલિક સહાય ચૂકવી અને ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી જીલ્લામાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર રાજ્યકક્ષાના મંત્રી અજય મિશ્રાએ ખેડૂતો પર ગાડી ચલાવી હતી.
જે પણ ભારતની આત્મા બંધારણ અને લોકતંત્ર પર વાર થયો છે તેવા આક્ષેપ સાથે હત્યારાની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક સજા ફટકારે અને ભરૂચ જીલ્લામાં કૃષિ પાકોને થયેલા વાયુ પ્રદૂષણ થી નુકસાન અને કુદરતી આફતના કારણે ખેડૂતોને થયેલા નુકશાનીનું તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળે તે માગણી સાથે ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ ને સંબોધતા ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
આવેદનપત્ર પાઠવવા જીલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ યાકુબ ગુરુજી,મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, કોંગી કાર્યકર ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.*