વલસાડમાં જીતુ ચૌધરીની અધ્યક્ષતામાં જન આશિર્વાદ યાત્રા કાઢવામાં આવી
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડમાં ભાજપ દ્વારા મંત્રી જીતુ ચૌધરીની અધ્યક્ષતામાં જન આશીવાર્દ યાત્રા કાઢવામાં આવી, આદિવાસી નૃત્ય સાથે લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું મંત્રી બન્યા પછી જીતુ ચૌધરી પ્રથમ વાર પોતાના મત વિસ્તારમાં પહોંચતા જ મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી જનતાના હિતમાં વિકાસના અધૂરા કામોને પૂર્ણ કરવાની મંત્રીએ ખાતરી આપી ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે.
ત્યારે વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા જન આશીવાર્દ યાત્રા કાઢવામાં આવી હતી. વલસાડ જિલ્લાના કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના નવા મંત્રી મંડળમાં સ્થાન પામેલા જીતુ ચૌધરીની અધ્યક્ષતામાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા શનિવારે મોડી સાંજે ધરમપુર ખાતે પહોંચી હતી. જ્યા ભવ્ય સ્વાગત કરાયું હતું.
ત્યારબાદ આ યાત્રા મંત્રી જીતુ ચૌધરીના મત વિસ્તાર કપરાડામાં પહોંચી હતી. જ્યાં આદિવાસી નૃત્ય સાથે લોકોએ આ યાત્રાનું પરંપરાગત રીતે સ્વાગત કરી આવકાર આપ્યો હતો અને બાઈક રેલી સાથે મંત્રી જીતુ ચૌધરી સભા સ્થળ સુધી પહોંચ્યા હતા. જ્યાં કપરાડાના ખેડૂતો, આગેવાનો, આદિવાસી સમાજ, પંચાયતના સભ્યો સરપંચો, એપી એમસીના સભા સદો તમામે સ્વાગત કર્યું હતું.
મંત્રીનો હોદ્દો મને નહિ મળ્યો મારી કપરાડાની જનતાને મળ્યો. જીતુ ચૌધરી મંત્રી બન્યા પછી પ્રથમ વાર પોતાના મત વિસ્તારમાં પહોંચતા જ મોટી સંખ્યામાં જન મેદની ઉમટી હતી. જીતુ ચૌધરીએ તમામનો આભાર માન્યો હતો. તેમજ જણાવ્યું કે, નવી સરકારમાં ૧૦૦ દિવસ મળ્યા છે.
ત્યારે જે પણ અધૂરા કામો બાકી છે જેવા કે, રસ્તા, પાણીની સમસ્યાઓ, અધુરી રહેલી યોજનાઓ જે કામ અટક્યા છે તે તમામ કામમાં ધ્યાન આપી જનતાના હિતમાં વિકાસના અધૂરા કામોને પૂર્ણ કરીશુ. તેમજ કહ્યુ કે, મંત્રીનો હોદ્દો મને નહિ મળ્યો મારી કપરાડાની જનતાને મળ્યો છે.