Western Times News

Gujarati News

રિવરફ્રન્ટના રળિયામણા વાતાવરણમાં ફ્લોટિંગ રેસ્ટોરાંમાં બેસી ભોજન માણી શકાશે

Riverfront Ahmedabad Gujarat

તંત્ર દ્વારા ફ્લોટિંગ રેસ્ટોરાં કમ ક્રૂઝ તરતી મૂકવાનાં ચક્રો ત્રીજી વખત ગતિમાન કરાયાં સરદારબ્રિજથી ગાંધીબ્રિજ વચ્ચેનો રૂટ ફ્લોટિંગ રેસ્ટોરાં માટે નક્કી કરાયો

અમદાવાદ, શહેરના પશ્ચિમ અને પૂર્વ એમ બે ભાગમાં વહેંચનાર સાબરમતી નદી તેની સ્થાપના સમયથી શહેરનું અભિન્ન અંગ રહી છે. ગાંધીજીએ પણ સાબરમતી નદી માટે રિવરફ્રન્ટના વિકાસના મ્યુનિસિપલ તંત્ર દ્વારા ૧૯૯૭થી સતત પ્રયાસો કરાયા છે અને અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદીઓ માટે આનંદ-પ્રમોદનું મહત્ત્વનું સ્થળ બન્યો છે. AMC recently invited bids for floating restaurant in the riverfront!

આકર્ષક ફ્લાવર ગાર્ડન, ઇવેન્ટ સેન્ટર, એક્ઝિબિશન સેન્ટર, રિવરફ્રન્ટ માર્કેટ, બાયોડાઈવર્સિટીપાર્ક પછી વોક-વે વગેરેથી રિવરફ્રન્ટ શોભી ઊઠ્યો છે. આગામી દિવસોમાં રિવરફ્રન્ટ શોભી ઊઠ્યો છે. આગામી દિવસોમાં રિવરફ્રન્ટના મુલાકાતીઓ તેના રળિયામણા વાતાવરણમાં ફ્લોટિંગ રેસ્ટોરાંમાં બેસી ભોજન માણી શકે તે દિશામાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ચક્રો ગતિમાન કર્યા છે.

મ્યુનિ.તંત્ર દ્વારા રિવરફ્રન્ટને વધુ આકર્ષક બનાવવા માટે પૂર્વ અને પશ્ચિમ કાંઠા પર બે આધુનિક સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયાં છે, ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ વગેરેનો રમતવીરો આનંદ માણી શકશે તથા તેમાં વોકિંગ અને જાેગિંગ માટેના ટ્રેક પણ અલગ બનાવાયા છે.

સરદારબ્રિજ અને એલિસબ્રિજ વચ્ચે પેડેસ્ટ્રિયનબ્રિજનું નિર્માણકાર્ય પણ યુદ્ધના સ્તરે ચાલી રહ્યું છે. આ બ્રિજ પરથી લોકો નદીની સુંદરતા માણી શકે તે માટે બેસવાની વ્યવસ્થા પણ કરાશે.

હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા નદીની વચ્ચોવચ ફ્લોટિંગ રેસ્ટોરાંમાં બેસી તેના મનોરમ્ય વાતાવરણમાં મનપસંદ ભોજનના સ્વાદ માણી શકાય તે માટે ફરી એક વખત કવાયત હાથ ધરાઈ છે. છેલ્લાં પાંચથી છ વર્ષમાં આ ત્રીજી વખતનો તંત્રનો પ્રયાસ છે.

અગાઉ એક અથવા બીજા કારણસર ફ્લોટિંગ રેસ્ટોરાંનો પ્રોજેક્ટ અટકી ગયો હતો. ખાસ તો સાબરમતી નદીમાં ઉનાળાના સમયમાં ફ્લોટિંગ રેસ્ટોરાં માટે જરૂરી જળસ્તર જળવાઈ રહેશે કે કેમ ? ઉપરાંત ચોમાસામાં પૂર જેવી સ્થિતિ સર્જાય તો તેવા સંજાેગોમાં ફ્લોટિંગ રેસ્ટોરાંને બંધ કરવી પડે તેમ હોઈ આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો ન હતો.

હજુ પણ આ બધા પ્રશ્નોનો કોઈ ઉકેલ મળ્યો નથી. તેમ છતાં ત્રીજી વખત તંત્રે અમદાવાદીઓને ફ્લોટિંગ રેસ્ટોરાં કમ ક્રૂઝની ભેટ આપવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ માટે રિકવેસ્ટ ઓફ પ્રપોઝલ બહાર પડાઈ છે, જે હેઠળ સત્તાધીશોએ આગામી તા.૧૧ નવેમ્બર, ૨૦૨૧ના સાંજના ચાર વાગ્યા સુધી તેમની વિગતો તંત્રને મોકલવી પડશે.

આ વખતે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ જે તે કંપની પાસે વાર્ષિક રૂ.૧ કરોડનું ટર્નઓવર તથા ત્રણ-ચાર વર્ષનો અનુભવ પણ માંગ્યો છે તેમજ ફ્લોટિંગ રેસ્ટોરાંમાં મુલાકાતીઓની બેસવાની ક્ષમતા પણ વધારાઈ છે. નવી શરતો મુજબ ફ્લોટિંગ રેસ્ટોરાંમાં ૮૦ મુલાકાતી મનભાવતાં ભોજન આરોગી શકશે.

રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરાં માટે તંત્ર દ્વારા સરદારબ્રિજથી ગાંધીબ્રિજ વચ્ચેનો રૂટ પસંદ કરાયો છે. આશરે અઢઈ કિલોમીટર લાંબા આ રૂટ પર ફ્લોટિંગ રેસ્ટોરાંનો લાભ લોકો મેળવી શકશે.

આ બંને બ્રિજ વચ્ચે ફ્લોટિંગ રેસ્ટોરાંને અનુકૂળ આવે તેવું જળસ્તર હોવાનું તંત્ર માને છે, જાેકે બધું મુંસૂતરું પાર ઊતરશે તો પણ જાન્યુઆરી-૨૦૨૨ પહેલાં અમદાવાદીઓને ફ્લોટિંગ રેસ્ટોરાં કમ આનંદ માણવા મળશે નહીં. આગામી ૨૦૨૨ના વર્ષથી જ આ પ્રોજેક્ટ અમલમાં આવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.