દંપતી ૩૫ વર્ષની ઉંમરે જ નાના અને નાની બની ગયું

લંડન, માતા-પિતા માટે દાદા-દાદી કે પછી નાના-નાની બનવાની ખુશી ખૂબ વધારે હોય છે. દરેક લોકોના મનમાં એવી ધારણા હોય છે કે દાદા-દાદી કે પછી નાના-નાની વૃદ્ધ હોય છે. જાેકે, બ્રિટનના એક યુગલે આ ધારણા ખોટી પાડી છે. બ્રિટનનું એક યુગલ ફક્ત ૩૫ વર્ષની ઉંમરમાં જ નાના-નાની બની ગયું છે. બંનેને બ્રિટનના સૌથી યુવા નાના-નાની માનવામાં આવે છે. બ્રિટનના હલમાં રહેતી ૩૪ વર્ષીય જેની મેડલામ અને તેના ૩૫ વર્ષીય પતિ રિચર્ડની ૧૬ વર્ષની દીકરી ચાર્મેન તાજેતરમાં માતા બની છે. ચાર્મેને એક બાળકીને જન્મ આપ્યો છે.
બાળકીનું નામ ઇસલા-મે છે. બાળકીનો જન્મ આ જ વર્ષે જૂન મહિનામાં થયો હતો. જાેકે, નાના-નાની બન્યા બાદ જ્યારે પણ તેની ભાણીને લઈને બહાર જતા હતા ત્યારે લોકોને એવું લાગતું હતું કે આ તેમની દીકરી છે. જ્યારે બંને લોકોને સત્ય જણાવતા હતા ત્યારે લોકો પરેશાન થઈ જતા હતા.
જેની જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારે તેણીએ ચાર્મેનને જન્મ આપ્યો હતો. મિરર વેબસાઇટ સાથે વાત કરતા તેણીએ જણાવ્યું કે, હું જાણું છું કે એક યુવતી માટે મા બનવું કેવું હોય છે. આથી તેણી આવા સમયે તેણીની દીકરીનો સાથ નહીં છોડે.
કારણ કે હાલ તેણીને મારી જરૂર છે. જેનીએ જણાવ્યું કે તેની દીકરી ૧૬ વર્ષની હતી ત્યારે તેણીએ જાણકારી આપી હતી કે તેણી પ્રેગ્નેન્ટ છે. આ સમયે તેને અને રિચર્ડને થોડું આશ્ચર્ય થયું હતું. બંનેએ પોતાની દીકરીના ર્નિણયનું સન્માન કર્યું હતું.
જેનીએ જણાવ્યું કે, ચાર્મેન અને તેનો પાર્ટનર બે વર્ષથી સાથે રહેતા હતા. બાળકના જન્મ બાદ તમામ લોકો સાથે રહે છે. જેની અને રિચર્ડને ચાર્મેન ઉપરાંત ૧૩ વર્ષની ચેલ્સી અને ૧૦ વર્ષની સ્કાર્લેટ નામની દીકરી છે. હવે આખો પરિવાર એકસાથે રહે છે.
રિપોર્ટ પ્રમાણે જેનીની દીકરીઓ માસી બનીને ખૂબ ખુશ છે. તેમણે કહ્યું કે તેઓ આર્થિક રીતે પણ મદદ કરશે, જેનાથી તેણી પોતાની દીકરીનું પાલન-પોષણ સારી રીતે કરી શકે. જેનીએ કહ્યુ કે, “લોકોને લાગે છે કે ઓછી ઉંમરમાં માતા કે નાના-નાની બનવું સારું નથી, પરંતુ આ વિચાર ખોટો છે. માતા બન્યા બાદ પણ મહિલાની જિંદગી ખતમ નથી થતી.
નાની ઉંમરમાં નાના-નાની બનવાથી તમે તમારા દોહિત્રો સાથે વધારે સમય વિતાવી શકો છો. અમને આશા છે કે અમે અમારી દોહિત્રીના બાળકોને પણ જાેઈશું.”SSS