Western Times News

Gujarati News

લખીમપુર ખીરીનો વીડિયો વાયરલ: કોંગ્રેસ-AAPએ પોસ્ટ કર્યો વીડિયો, કહ્યું આ તો હત્યા છે

લખીમપુર ખીરી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રાની ગાડીથી કચડીને થયેલા ખેડૂતોના મોત અને ત્યારબાદ ઊભા થયેલા ઘર્ષણ બાદ અનેક વીડિયો સામે આવી રહ્યા છે. એક નવો વીડિયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિત તમામ નેતાઓએ પોતાના ટ્‌વીટર હેન્ડલથી શૅર કરતાં આ દુર્ઘટના નહીં હત્યા કરાર કરી છે.

વીડિયોને ટ્‌વીટ કરીને ઉત્તર પ્રદેશ કોંગ્રેસે લખ્યું કે, ન તો કોઈ ખેડૂત ઉપદ્રવ મચાવી રહ્યા હતા, ન તો કોઈ ખેડૂત ગાડી પર પથ્થરબાજી કરી રહ્યા હતા. મંત્રીના દીકરો પોતાના પિતાના આદેશનું પાલન કરી રહ્યો હતો. ખેડૂતોને નિષ્ઠુરતાથી પાછળથી કચડી રહ્યો હતો, હવે બધું જ સામે આવ્યું છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ વીડિયો ટ્‌વીટ કરી લખ્યું કે, શું હજુ પણ કોઈ પ્રમાણની જરૂર છે. તેમણે કેટલીક મીડિયા ચેનલ ઉપર પણ સવાલ ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે લખીમપુર વહીવટીતંત્ર અને ખેડૂતોની વચ્ચે અનેક રાઉન્ડની બેઠક બાદ સહમતિ સધાઈ ગઈ હતી.

ત્યારબાદ લાશોને રાખીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ વિરોધ ખતમ કરી લાશોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની મંજૂરી આપી હતી. વહીવટીતંત્રએ ખેડૂતોની તમામ માંગોને માની લીધી છે. મૃતક ખેડૂતોના પરિજનોને ૪૫-૪૫ લાખ રૂપિયાનું વળતર, ઘાયલોને ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

મૃતક ખેડૂતોના પરિવારના એક સભ્યને યોગ્યતા અનુસાર સરકારી નોકરી, મામલાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની આઠ દિવસમાં મામલાની તપાસ કરી દોષિતોની ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આખી ઘટનાને ષડયંત્ર બતાવ્યું હતું.

તેમણે કહ્યું કે એ વાત સામે આવી રહી છે કે જે એક વ્યક્તિ મર્યો છે જે તે બહરાઇચના નાનપારાનો રહેવાસી છે જે સમાજવાદી પાર્ટીની રુદ્રપુર યુનિટનો જિલ્લાધ્યક્ષ છે. આ ઘટનામાં આવા ઘણા લોકો સામેલ છે. મામલામાં એફઆઈઆર નોંધીને તપાસ થવી જાેઈએ. તેમણે કહ્યું કે બીજેપી કાર્યકર્તાઓ પર લાકડીઓ અને તલવારથી હુમલો કરવામાં આવ્યો છે. મારા પુત્ર સામે આરોપ પુરી રીતે નિરાધાર છે. જાે તે સ્થળ પર હોત તો તેની પિટાઇ કરીને હત્યા કરી દેવામાં આવી હોત.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.