પીએમ મોદીએ લખનઉમાં ૭૫૦૦૦ લાભાર્થીઓને આવાસ યોજનાના ઘર સોંપ્યા

લખનૌ, પ્રધાનમંત્રી મોદી આજે યુપીના લખનઉમાં ઈંદિરા ગાંધી પ્રતિષ્ઠા પહોંચ્યા હતા. જ્યાં તેમણ આધુનિક આવાસીય ટેકનિક પર પ્રદર્શનીનું અવલોકન કર્યુ હતું. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્લાના ૭૫,૦૦૦ લાભાર્થીઓને પ્રધાનમંત્રીએ આવાસ યોજના શહેરી અંતર્ગત નિર્માણ પામેલા ઘરોની ચાવી ડિજીટલ રીતે આપી હતી.
એટલુ જ નહીં, પ્રધાનમંત્રી મોદીએ યુપીની ૧૦ સ્માર્ટ સિટીની ૭૫ સફળ કહાીઓની કોફી ટેબલ બુકનું ડિજીટલ વિમોચન પણ કર્યું હતું. તેમણે સ્માર્ટ સિટી મિશન અને અમૃત મિશનમાં ૪૭૩૭ કરોડ રૂપિયાના ખર્ચે કુલ ૭૫ પ્રોજેક્ટનું ડિજીટલી લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ ઉરાંત તેમણે ફેમ-૨ અંતર્ગત ૭૫ આધાનુક ઈલેક્ટ્રિક બસોનું લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર, ઝાંસી અને ગાઝિયાબાદ માટે ડિજીટલી રવાના કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતું કે, મને સારૂ લાગ્યુ કે, ૩ દિવસ સુધી લખનઉમાં ભારતના શહેરોનું નવુ રૂપ દેશભરના વિશેષજ્ઞો જમા થઈને મંથન કરવાના છે.
અહીં જે પ્રદર્શની લાગી છે. જે આઝાદીનો અમૃત મહોત્સવમાં ૭૫ વર્ષની સફળતા અને દેશના નવા સંકલ્પોને સારી રીતે પ્રદર્શિત કરશે. મને એ વાતની ખુશી છે કે, દેશમાં પીએમ આવાસ યોજના અંતર્ગત જે ઘર આપવામાં આવી રહ્યા છે, તેમાં ૮૦ ટકાથી વધારે ઘરો પર માલિકીનો હક મહિલાઓનો છે અથવા તો તે જાેઈન્ટ ઓનર છે.
પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આગરા, અલીગઢ, બરેલી, ઝાંસી, કાનપુર, લખનઉ, પ્રયાગરાજ, સહારનપુર, મુરાદાબાદ અને અયોધ્યામાં ઈંટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઈંટેલિજેંટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ એન્ડ નગરીય ઈંન્ફાર્સ્ટ્રક્ચર અને અમૃત મિશન અંતર્ગત પ્રદેશના અલગ અલગ શહેરોમાં ઉત્તર પ્રદેશ જળ નિગમ દ્વારા નિર્મિત પેયજળ અને સીવરેજની કુલ ૪૭૩૭ કરોડ રૂપિયાના ૭૫ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.HS