Western Times News

Gujarati News

ભારતીય હોકી ટીમ બર્મિંઘમ ૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સમાં રમશે નહીં

નવીદિલ્હી, ભારત કોવિડ-૧૯ સાથે જાેડાયેલી ચિંતાઓ અને દેશના યાત્રીકો પ્રત્યે બ્રિટનના ભેદભાવપૂર્ણ ક્વોરેન્ટીન નિયમોને કારણે આગામી વર્ષે બર્મિંઘમમાં રમાનાર રાષ્ટ્રમંડ ગેમ્સ સ્પર્ધામાંથી હટવાનો ર્નિણય લીધો છે. હોકી ઈન્ડિયાના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રો નિંગોબમે મહાસંઘના આ ર્નિણયની જાણકારી ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) ના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાને આપી દીધી છે.

હોકી ઈન્ડિયાએ કહ્યું છે કે બર્મિંઘમ રાષ્ટ્રમંડળ ગેમ્સ (૨૮ જુલાઈથી ૮ ઓગસ્ટ) અને ગ્વાંગ્ઝૂ એશિયન ગેમ્સ (૧૦થી ૨૫ સપ્ટેમ્બર) વચ્ચે માત્ર ૩૨ દિવસનું અંતર છે અને તે પોતાના ખેલાડીઓને બ્રિટન મોકલી જાેખમ ઉઠાવવા ઈચ્છતું નથી જે કોરોના વાયરસ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ રહ્યું છે.

નિંગોબમે લખ્યુ- એશિયન ગેમ્સ ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે મહાદ્વીપીય ક્વોલીફિકેશન સ્પર્ધા છે અને એશિયન ગેમ્સની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખતા હોકી ઈન્ડિયા રાષ્ટ્રમંડળ ગેમ્સ દરમિયાન ભારતીય ટીમના કોઈ ખેલાડીને કોવિડ-૧૯ સંક્રમિત થવાનું જાેખમ ન લઈ શકે.

બ્રિટને હાલમાં ભારતના કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્રોને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો અને દેશથી આવનાર યાત્રીકોના પૂર્ણ રસીકરણ છતાં તેના માટે ૧૦ દિવસનું ક્વોરેન્ટીન ફરજિયાત છે.

ઈંગ્લેન્ડે કોવિડ-૧૯ સાથે જાેડાયેલી ચિંતાઓ અને ભારત સરકારના બ્રિટનના બધા નાગરિકો માટે ૧૦ દિવસ ક્વોરેન્ટીનનો હવાલો આપી ભુવનેશ્વરમાં આગામી મહિને યોજાનાર એફઆઈએચ પુરૂષ જૂનિયર વિશ્વકપથી હટવાના એક દિવસ બાદ હોકી ઈન્ડિયાએ આ પગલું ભર્યુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.