Western Times News

Gujarati News

મ્યુનિ. મેલેરિયા વિભાગમાં લાખો રૂપિયાની દવા એક્સપાયર – ગુમ થઈ

Online medicine sale

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગયુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ મચ્છરજન્ય રોગના કેસ વધી રહયા છે. મ્યુનિ. આરોગ્ય ખાતાના અધિકારીઓ “સબ સલામત”ના દાવા કરી રહયા છે. જયારે મ્યુનિ. શાસકો દર અઠવાડીયે થતી કમીટી બેઠકમાં ફોગીગ માટે બુમો પાડી રહયા છે.

મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ એ હદે વકરી રહી છે કે અધિકારીઓએ દર સપ્તાહે રોગચાળાના આંકડા જાહેર કરતા હતા તે પણ બંધ કર્યાં છે તેમજ હેલ્થ કમીટી ચેરમેન સહીત તમામ ઉચ્ચ હોદ્દેદારોને પણ રોગચાળાના સાચા આંકડા આપવામાં આવતા ન હોવાના પણ આક્ષેપ થઈ રહયા છે. મ્યુનિ. શાસકો દવા છંટકાવ અને ફોગીંગ માટે રજુઆત કરી રહયા છે.

બીજી તરફ મેલેરીયા વિભાગ દ્વારા ખરીદ કરવામાં આવેલી લાખો રૂપિયાની દવા એક્સપાયર્ડ થઈ ગઈ છે તેમજ મોટાપાયે દવાનો જથ્થો ગુમ થયો હોવાની વિગતો પણ બહાર આવી છે.

મ્યુનિસિપલ મેલેરીયા ખાતા દ્વારા દર વરસે ચોમાસાની સીઝનમાં કરોડો રૂપિયાના ખર્ચથી મચ્છર નિયંત્રણ માટે દવા ખરીદ કરવામાં આવે છે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાથી મોટાભાગની દવાઓ વપરાશ વિના જ એક્સપાયર્ડ થઈ જાય છે.

સુત્રોએ જણાવ્યા મુજબ હેલ્થ મેલેરીયા વિભાગના ઈન્દ્રપુરી, દાણીલીમડા, વટવા તથા નરોડા વોર્ડમાં ફીઝીકલ વેરીફીકેશન કરવામાં આવતા અંદાજે રૂા.૩.પ૦ લાખની દવાઓ એક્સપાયર્ડ જાેવા મળી હતી જેમાં કોલ્ડ ફોંગીગ માટે ઉપયોગમાં લેવામાં આવતી એક્વા-કે- ઓથ્રીન દવાઓ જથ્થો સૌથી વધુ હતો.

તદ્‌પરાંત ઈન્ડોર ફોગીંગ માટેની પાયરેથ્રીન, કે.પી. સ્પ્રે માટેની એકવા ફોગ, આઈ.આર.સ્પ્રે માટેની એસીએમ, એન્ટી લારવા એકટીવીટી માટે ઉપયોગમાં લેવાતા આઈજીઆર પાવડર તથા વેકટોબેક, થર્મલ ફોગીગ માટે વપરાશ થતી સાયફેનોથ્રીન, પેરાડોમેસ્ટીક ટ્રીટમેન્ટ માટે ઉપયોગી બીટીઆઈ પાવડર, આઈ આર સ્પ્રે માટે આઈકોન-૧૦ તેમજ આઉટડોર ફોગીગ માટે જરૂરી મેલેથીઓન દવાનો સમાવેશ થાય છે.

મ્યુનિ. ઉચ્ચ અધિકરીઓ દ્વારા તપાસ કરવામાં આવતા દાણીલીમડા, લાંભા, બાપુનગર, સરદારનગર, કુબેરનગર, ઠક્કરબાપાનગર, તથા નરોડા વોર્ડમાં રૂા.૬૩ હજારની દવામાં ઘટ જાેવા મળી હતી આ દવાઓ ચોરી કે ગુમ થઈ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.

આ દવાઓમાં આઈકોન-૧૦, ૯૦ લીટર ડીઝલ, ર૦ લીટર પેટ્રોલ, ૯૩ કિલોગ્રામ મેલેથીઓન, ૩ર લીટર એમએલઓ મુખ્ય છે. આ તમામ દવાઓ મચ્છર અને મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગી છે.

મ્યુનિ. ઉચ્ચ અધિકારીઓ દ્વારા ર૦ર૦ના છેલ્લા કવાર્ટરમાં તપાસ કરતા આ પ્રકારની બેદરકારી બહાર આવી હતી. હેલ્થ મેલેરીયા વિભાગના મેલેરીયા સ્ટોરમાં પણ ર૦ર૦-ર૧માં કેટલીક દવાઓમાં ઘટ જાેવા મળી હતી જેમાં ચિકનગુનીયાના ઈકોવિનાયક બોર્ડ વીથ ૩ એમ એમ ફોમશીટ નંગ-૬૦, બીકર માર્કીગવાળા ૬ર નંગ, પાવડર માપવાના ડબા ર૩ નંગ તેમજ એક નંગ રીવોલ્વીંગ ચેર પણ ગાયબ થઈ હોવાની વિગતો બહાર જાહેર થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.