Western Times News

Gujarati News

કોમર્શિયલ ગરબા નહીં, શેરી ગરબામાં ૪૦૦ લોકોને છૂટ

પ્રતિકાત્મક

ગાંધીનગર, કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમા નવરાત્રિ ઉજવવાની છૂટછાટ મળી છે. ત્યારે નવરાત્રિમાં છૂટછાટ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે ગરબા મહત્વનો તહેવાર છે. આ ર્નિણય ગુજરાતના હિતમાં લેવામાં આવ્યો છે, જેથી કોરોનાની ત્રીજી લહેર સામે ચેતીને રહી શકાય.

ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબામાં ૪૦૦ લોકોની છૂટ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જ છૂટછાટ આવવામાં આવી છે. પરંતુ તે માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે.

કોમર્શિયલ ગરબાનું આયોજન આ વર્ષે નહિ થાય. વર્ષોથી ગુજરાતમાં શેરી ગરબાની જે પરંપરા રહી છે કે આસ્થાને જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાશે. જેમાં ચોકમાં અને વૃક્ષની આસપાસ ગોળ ફરતે ગરબા રમી શકાશે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે. ખાનગી ગરબાનું આયોજન કરવામાં આવનાર નથી માત્ર શેરી ગરબાનું આયોજન કરવામાં આવશે.

નવરાત્રિ માટેના નવા નિયમોઃ કોરોનાની ગાઈડલાઈન સાથે ગરબા રમાશે. વેક્સીન લીધી હોય લોકો જ ગરબા રમવા આવશે. નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે.૧૨ વાગ્યા સુધી જ ગરમા રમી શકાશે. સોસાયટીમાં વેક્સીન લીધી હોય તે જ ગરબામાં હાજરી આપી શકશે.

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં ચર્ચાના અંતે આખરે ગૃહરાજ્ય મંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, કોરોના સામેની લડાઇ હજુ પૂરી થઈ નથી, તે રીતે જ નિયમોને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રિ એ સૌ કોઈ માટે આસ્થાનો વિષય છે. બે વર્ષથી ગુજરાતમાં નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી. મુખ્યમંત્રીએ તમામ વિભાગો સાથે ચર્ચા કરી હતી. કોરોનામાં માનસિક તણાવ દૂર થાય તે માટે શેરી ગરબાને મંજૂરી અપાઈ છે.

સોસાયટીના લોકો સાથે ૪૦૦ લોકો માટે છૂટ અપાશે. ગુજરાતમાં ગ્રાઉન્ડમાં ગરબા થાય તેવી માંગણી હતી. આ મામલે મુખ્યમંત્રીએ બેઠકો કરી હતી. જાેકે, હાલની સ્થિતિ જાેતા કોમર્શિયલ ગરબા આયોજન કરી શકાય એવી સ્થિતિ નથી.
કોમર્શિયલ ગરબા નહિ થઈ શકે. નવરાત્રિ માટે કરફ્યૂની છૂટ રાત્રે ૧૨ વાગ્યા સુધી અપાઈ છે. આવનાર દિવસોમાં સારી છૂટછાટ સાથે તહેવાર ઉજવી શકીએ માટે કોરોનાના પ્રોટોકોલ સાથે ઉજવણી કરીએ.

સાથે જ તેમણે વધુમા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે નહિ યોજાય. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન નહિ થાય. નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહિ કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ કોઈ નિયમ તોડશે નહિ. નિયમ આપણા માટે છે. નિયમ તોડશે નહિ માટે પગલાં લેવાનો પ્રશ્ન નથી આવતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.