Western Times News

Gujarati News

ગુજરાતમાં નેતાગીરી વગરની કોંગ્રેસને મતદારોમાંથી મળી રહેલો જાકારો

વિપક્ષ નબળો હોય તો શાસક પક્ષ મજબુત જ થાય

ભાજપે ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીઓમાં નો રિપીટની થીયરી અપનાવી: કોંગ્રેસના આગેવાનોને મતદારોએ જાકારો આપવા છતાં હાર સ્વીકારવાના બદલે કોંગી નેતાઓ ઈવીએમ ને દોષ આપતા જાેવા મળ્યા

પાટીલ અને પટેલે મોદીના સ્વપ્રનને પૂર્ણ કર્યું: વિધાનસભાની ચુંટણીમાં ૧પ૦ બેઠકો મેળવવા ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી

કેન્દ્રમાં એનડીએની સરકાર રચાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપને દેશના છેવાડાના ગામ સુધી મજબુત કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે અને તેનું પરિણામ પણ મળી રહયું છે. વડાપ્રધાન મોદીને આ કામગીરીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહયો છે

અને આ બંને નેતાઓ દેશને કોંગ્રેસ મુકત બનાવવા માટે અભિયાન ચલાવી રહયા છે અને તેમાં ધીમેધીમે તેઓ મજબુતાઈથી આગળ વધી રહયા છે એક પછી એક રાજયો હસ્તગત કર્યાં બાદ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં પણ ભગવો લહેરાય તે માટેનું મિશન શરૂ કરાયું છે. દેશભરમાં ભાજપ પાસે કાર્યકર્તાઓની મોટી ફોજ છે.

આ ઉપરાંત વીએચપી, બજરંગદળ, અને સંઘ જેવી ભગિની સંસ્થાઓ મજબુતાઈથી ભાજપના પડખે ઉભી રહે છે પરિણામે ભાજપ દેશમાં મજબુત બની રહયુ છે જયારે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એનડીએની સરકાર રચાયા તે પહેલા સૌથી મોટી પાર્ટી ગણાતી કોંગ્રેસમાં આજે કાર્યકરોનો સંપૂર્ણ અભાવ જાેવા મળી રહયો છે.

લોકશાહીમાં વિરોધ પક્ષ મજબુત હોવો ખુબ જ જરૂરી છે પરંતુ અહીંયા પરિસ્થિતિ જુદી જ છે વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસને નબળુ જ રહેવુ હોય તો તેનો ચોક્કસ લાભ ભાજપને થવાનો છે અને થઈ રહયો છે. ગુજરાતમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામુ લીધુ છે

રૂપાણીના રાજીનામાથી સમગ્ર મંત્રી મંડળ વિખેરી નાંખી નો રિપીટની થીયરી અપનાવવામાં આવી હતી ગુજરાત એવું પ્રથમ રાજય છે કે જેમાં ભાજપે મંત્રી મંડળમાં નો રિપીટની થીયરી અજમાવી હોય. મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને બદલી નાંખવામાં આવતા એનટી ઈન્કમબંસીના તમામ સમીકરણો બદલી નાંખ્યા છે અને તેનું સીધુ પરિણામ ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીઓમાં જાેવા મળ્યું

ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર મ્યુનિ. કોર્પો.માં આ વખતે નો રિપીટની થિયરી અજમાવી તમામ નવા ઉમેદવારોને ટિકિટ આપી હતી અને તમામ નેતાઓને કાર્યકરોની સાથે વોર્ડની ફાળવણી પણ કરી હતી ભાજપના નેતાઓએ સઘન ચુંટણી પ્રચાર કરી નિવેદન બાજી કરવાના બદલે પ્રજાની વચ્ચે રહી ચુંટણી પ્રચાર કર્યો હતો

જેનું પરિણામ એ આવ્યું કે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીઓમાં ભગવો લહેરાતા દિલ્હી સુધી તેની નોંધ લેવાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનું શાસન આવે તેવા પ્રયાસો કરતા હતા અને મોદીનું આ સ્વપ્ર પટેલ અને પાટીલે પૂર્ણ કર્યું છે. સાથે સાથે હવે વિધાનસભામાં પણ સૌથી વધુ બેઠકો મેળવવાનો રેકોર્ડ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

દિલ્હીમાં એનડીએ સરકારની સતત બીજી ટર્મ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની આગેવાની લઈ રહયા છે દિલ્હી સુધી પહોંચવામાં એનડીએ માટે ગુજરાત પ્રવેશદ્વાર બન્યું છે ગુજરાતમાં ભાજપ ખુબ જ મજબુત છે અને ખુણાના ગામડા સુધી ભાજપનો વ્યાપ જાેવા મળી રહયો છે

ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રદેશ સંગઠનોની ધુરા કેન્દ્રીય સંગઠનના આગેવાનોના હાથમાં છે જેના પરિણામે પ્રદેશ સંગઠનોમાં હોદ્દેદારોની નિમણુંકમાં તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. ગુજરાતમાં પણ ભાજપે સંગઠનમાં મોટાપાયે ફેરફારો કરી પ્રમુખ સહિતના હોદ્દેદારોને બદલી નાંખ્યા છે

નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ચાર્જ સંભાળતાની સાથે જ ગુજરાતભરમાં કોરોનાના કપરા કાળમાં પણ પ્રવાસ ખેડીને ભાજપનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો જેનું પરિણામ એ આવ્યું કે આજે રાજયની મોટાભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ભગવો લહેરાઈ રહયો છે. જયારે સામે વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસનું પ્રદર્શન ખૂબજ કંગાળ સાબિત થઈ રહયુ છે કોંગ્રેસ સતત નબળુ પડી રહયુ છે જેનો સીધો લાભ ભાજપને થઈ રહયો છે.

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીઓમાં મળેલી હાર ને પગલે ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફારો થશે તેવુ મનાતુ હતું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના હોદ્દાઓ ઉપરથી રાજીનામા આપી દીધા છે તેઓના રાજીનામા પણ સ્વીકારી લેવામાં આવ્યા છે

પરંતુ નિર્ણય શક્તિનો સંપૂર્ણ અભાવ હોવાથી હજુ સુધી નવા હોદ્દેદારોની નિમણુંક નહી થતાં આજે પણ આ જુના હોદ્દેદારો પોત પોતાની રીતે પોતાની જવાબદારી નિભાવી રહયા છે. નોંધનીય બાબત એ છે કે કોંગ્રેસના કાર્યકરોમાં રોષ અને ભારોભાર અસંતોષ જાેવા મળી રહયો છે. નેતાગીરી વગરની કોંગ્રેસ ક્યા સુધી બુઠી તલવારથી ચુંટણીના મેદાનમાં લડતી રહેશે તેવો પ્રશ્ન કાર્યકરોમાં ચર્ચાઈ રહયો છે.

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીઓ પૂર્ણ થતાં હવે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચુંટણીની પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેની સામે કોંગ્રેસ દ્વારા સંગઠનમાં સમાવેશ અંગે પ્રદેશ નેતાઓ દિલ્હી દોડા દોડી કરી રહયા છે.

ગુજરાતમાં ભાજપના વિકલ્પ તરીકે કોંગ્રેસ તરફ મતદારો નજર દોડાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જાેડાતા મતદારો પણ શાણા બની ગયા છે તેથી કોંગ્રેસને મત ટાળતા હોય તેવુ ચિત્ર ઉપસી રહયુ છે. ફેબ્રુઆરી મહિનામાં છ મહાનગરપાલીકાઓની ચુંટણીઓ યોજાઈ હતી

જેમાં કોંગ્રેસનું ખુબ જ કંગાળ પ્રદર્શન રહયું હતું પરિણામે આજે પણ અમદાવાદમાં વિપક્ષના નેતા પદે હજુ સુધી પસંદગી થઈ શકી નથી. ગાંધીનગર કોર્પોરેશનની ચુંટણીના પરિણામમાં પણ આજ પરિસ્થિતિ જાેવા મળી રહી છે. કોંગ્રેસમાં સંગઠનના કોઈ જ ઠેકાણા નથી ત્યારે બીજીબાજુ ભાજપ સંગઠનના જાેરે કોંગ્રેસ કરતા ખૂબજ આગળ ચાલી રહયુ છે.

આગામી દિવસોમાં કોંગ્રેસની પરિસ્થિતિ અત્યાર કરતા પણ વધુ કંગાળ પુરવાર થાય તેવુ રાજકીય પંડિતો માની રહયા છે અને કહેવા પુરતો વિપક્ષ બની જશે તેવુ સ્પષ્ટપણે મનાઈ રહયું છે. કોંગ્રેસની કેટલીક નીતિઓના કારણે પણ આંતરિક વિખવાદ ઉગ્ર બની રહયો છે જેનું પરિણામ સુરતમાં જાેવા મળ્યું હતું સુરતમાં કોંગી નેતાના જીદ્દી વલણના કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ કોંગ્રેસની તમામ બેઠકો પર કબજાે જમાવી દીધો છે.

ગુજરાતમાં વિપક્ષ નબળો પડી રહયો છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં સૌથી વધુ બેઠકો મેળવવાનો રેકોર્ડ બનાવવા માટે ભાજપના પટેલ અને પાટીલ ની ધરી કેવી કામગીરી કરે છે તે જાેવાનું રહેશે. જાેકે વડાપ્રધાન મોદીનું આ સ્વપ્ર આ બંને નેતાઓ પૂર્ણ કરીને બતાવશે તેવુ સ્પષ્ટપણે રાજકીય પંડિતો માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.